For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગાપોર સાથે ખતમ થયો પીએમ મોદીનો પ્રવાસ, કર્યા મંદિર દર્શન

નરેન્દ્ર મોદીના સિંગાપોર પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 મે ના રોજ ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર પ્રવાસ પર રવાના થયા હતા. આજે સિંગાપોર સાથે તેમનો આ પ્રવાસ ખતમ થઈ જશે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદીના સિંગાપોર પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 મે ના રોજ ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર પ્રવાસ પર રવાના થયા હતા. આજે સિંગાપોર સાથે તેમનો આ પ્રવાસ ખતમ થઈ જશે. પોતાના અધિકૃત પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદીએ મરિયમ્મન મંદિરના દર્શન કર્યા.

સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમા યાકૂબ સાથે મુલાકાત કરી

સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમા યાકૂબ સાથે મુલાકાત કરી

શુક્રવારે પીએમ મોદીએ સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમા યાકૂબ સાથે મુલાકાત કરી અને સાથે જ પ્રધાનમંત્રી લી હાઈસેન લૂંગ સાથે પ્રતિનિધિસ્તરની ચર્ચા કરી. શનિવારે મરિયમ્મન મંદિર જવા ઉપરાંત પીએમ મોદી નેશનલ ઑર્કિડ ગાર્ડન પણ ગયા. અહીં ઑર્કિડના એક પ્રકારનું નામ ડેડ્રોબ્રિયમ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યુ. આ પહેલા પીએમ મોદી સિંગાપોરના વરિષ્ઠ મંત્રી ગો ચોક ટૉગ સાથે ક્લીપોર્ડ પિયર ગયા અને તેમણે ત્યાં એક સ્મારકનું અનાવરણ કર્યુ. આ એ જ જગ્યા છે જ્યાં 27 માર્ચ 1948 ના રોજ ગાંધીજીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ આ સાથે જ બૌદ્ધ મંદિર અને એક મ્યૂઝિયમનો પ્રવાસ પણ કર્યો. આ દરમિયાન સિંગાપોરના સાંસ્કૃતિક મંત્રી ગ્રેસ ફૂ હાઈ યેન તેમની સાથે હતા.

ભારત-ચીન વેપાર અંગે કરી પ્રશંસા

ભારત-ચીન વેપાર અંગે કરી પ્રશંસા

જિમ, એન્યુઅલ સિક્યોરિટી સમિટ શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા આવ્યા હતા. પીએમ મોદીએ આ શાંગરી-લા ડાયલૉગને પણ સંબોધિત કર્યા અને તેઓ પહેલા એવા ભારતીય પીએમ છે જેમને આ એન્યુએલ સિક્યોરિટી સમિટમાં બોલાવવામાં આવ્યા હોય. પીએમ મોદીએ અહીં ભારત-ચીન વેપાર અંગે ખૂબ પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને ચીન વચ્ચે સહયોગ વધી રહ્યો છે અને વેપારની સાથે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે બંને દેશોએ પરિપક્વતા બતાવી છે.

યુનિવર્સિટીમાં કર્યા છાત્રોને સંબોધિત

યુનિવર્સિટીમાં કર્યા છાત્રોને સંબોધિત

શુક્રવારે પીએમ મોદીએ સિંગાપોરની નાયાંગ યુનિવર્સિટીમાં છાત્રો અને પ્રોફેસર વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે છાત્રો અને પ્રોફેસર સાથે વાત કરી અને ચીન અને ભારત વચ્ચેની એક ખાસ લિંકનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ આ યુનિવર્સિટીમાં એક લીમડાનું વૃક્ષ પણ ઉગાડ્યુ. નાયાંગ યુનિવર્સિટીમાં પીએમ મોદીએ છાત્રોને કહ્યુ કે ભારત અને ચીન બંને ઘણી સદીઓથી દુનિયાના વેપારને પ્રભાવિત કરતા આવ્યા છે. એ સમયે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ નહોતો. તેમણે કહ્યુ કે બંને દેશોએ હવે કોઈ પણ પ્રકારના સંઘર્ષ વિના સંબંધોને મજબૂત કરવા અંગે વિચારવુ જોઈએ. મોદીએ કહ્યુ કે આખી દુનિયા જાણે છે કે 21 મી સદી એશિયાની છે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે બધા એશિયાઈ નાગરિકોને પણ એ જ લાગે છે.

English summary
Prime Minister Narendra Modi visited Singapore's Mariamman Temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X