For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાની વચગાળાની ચૂંટણીઃ મૃત્યુ બાદ પણ ભારે બહુમતીથી જીત્યો વેશ્યાલયનો માલિક

અમેરિકાઃ મૃત્યુ બાદ પણ બહુમતીથી જીત્યો વેશ્યાલયનો માલિક

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં કેટલાય ઉમેદવાર ચૂંટણી જીત્યા અને કેટલાય હાર્યા. દરેક ચૂંટણીમાં આવું થવું સામાન્ય વાત છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચૂંટણીમાં એવા ઉમેદવાર રેકોર્ડતોડ જીત હાંસલ કરી હોય જે આ દુનિયામાં હોય જ નહિ. અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં બિલકુલ આવું જ થયું છે. કેટલાય વેશ્યાલયના માલિક અને પૂર્વ રિયાલિટી ટીવી સ્ટાર ડેનિસ હૉફે અમેરિકી પ્રાંત નેવાદામાં રેકોર્ડતોડ જીત હાંસલ કરી છે. 72 વર્ષના ડેનિસ હૉફનું ત્રણ અઠવાડિયા પહેલા નિધન થયું હતું, પરંતુ એમનું નામ બેલેટ પેપર પરથી હટાવવામાં આવ્યું નહોતું. ડેનિસ હૉફને રિપબ્લિકન પાર્ટીએ ટિકિટ આપી હતી. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી વચગાળાની ચૂંટણીમાં સારું પ્રદર્શન ન કરી શકી.

મૃત ઉમેદવારથી ડેમોક્રેટિકના આ નેતા હાર્યા

મૃત ઉમેદવારથી ડેમોક્રેટિકના આ નેતા હાર્યા

જાણકારી મુજબ ડેનિસ હૉફે વિપક્ષી ઉમેદવારને 30.98 ટકા વોટના અંતરથી હાવ્યો છે. હારનાર જીવિત ડેમોક્રેટ નેાનું નામ છે- લેશિયો રોમાનોવ. લેશિયો લગભગ દુનિયાના એકમાત્ર એવા ઉમેદવાર હશે, જે દિવંગત પ્રતિદ્વંદ્વીથી હારી ગયા છે. ડેનિસ હૉફને ચૂંટણીમાં કુલ 69.02 ટકા વોટ મળ્યા હતા.

જન્મદિવસે જ થયું મૃત્યુ

જન્મદિવસે જ થયું મૃત્યુ

મર્યા બાદ પણ વિપક્ષીને હરાવનાર ડેનિસ હૉફે 16 ઓક્ટોબરે 72મો જન્મદિવસ મનાવ્યો હતો. તેઓ પોતાના વેશ્યાલયમાં જ હતા, એ સમયે જ તેમનું નિધન થઈ ગયું. તેઓનું મૃત્યુ કઈ રીતે થયું તે કોઈને ખ્યાલ નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઊંઘમાં જ હતા ત્યારે તેમનું નિધન થયું.

એચબીઓ પર ખાસ શો

એચબીઓ પર ખાસ શો

રિપબ્લિકન પાર્ટીએ ડેનિસ હૉફના નિધન બાદ નક્કી કરી લીધું હતું કે બેલેટ પેપર પરથી એમનું નામ હટાવશે નહિ. ડેનિસ હૉફે એચબીઓ ચેનલ પર રિયાલિટી ટીવી શો શરૂ કર્યો હતો, જેનું નામ છે કૈથઉસ. આ શો વેશ્યાલયો અને વેશ્યાઓના જીવન પર આધારિત હતો. ડેનિસ હૉફ નેવાદામાં કાયદેસરનું કુટણખાનું ચલાવતા હતા અને તેઓ અમેરિકામાં વેશ્યાલયો પરના પ્રતિબંધની સખ્ત વિરુદ્ધમાં હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદ બાદ વાઇટ હાઉસે CNNના રિપોર્ટરનો પ્રેસ પાસ રદ કર્યોડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદ બાદ વાઇટ હાઉસે CNNના રિપોર્ટરનો પ્રેસ પાસ રદ કર્યો

English summary
Pro Trump pimp Dennis Hof wins Nevada election weeks after he died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X