For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસ્લિમ વિરોધી વિડિયોનો વિરોધ મધ્યપૂર્વની બહાર પહોંચ્યો

|
Google Oneindia Gujarati News

Protest by people in Chennai
ન્યુ યોર્ક, 15 સપ્ટેમ્બર : ઇસ્લામ ધર્મનો અપમાન કરતા વિડિયોને કારણે શરૂ થયેલા અમેરિકા વિરોધી જુવાળે મધ્યપૂર્વના 20 દેશોમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે વિરોધ મધ્યપૂર્વની બહાર પણ ફેલાયો છે. આ વિરોધે શુક્રવારે હિંસક અને ધાતક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરબ સ્પ્રિંગ રેવોલ્યુશન્સે યુનાઇટેડ સ્ટેટ્સના બે રાજ દૂતાવાસ અને જર્મની અને બ્રિટનમાં દૂતાવાસોને નુકસાન પહોંચાડ્યું છે.

મધ્યપૂર્વમાં શરૂ થયેલા વિરોધનો જુવાળ પશ્ચિમના દેશોમાં પણ પ્રસર્યો હતો. વિશ્વના મુસ્લિમ નેતાઓને આ મુદ્દે લડત આપવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં ઇજિપ્તના નવા ઇસ્લામિસ્ટ પ્રેસિડેન્ટ મોહમ્મદ મોરસીનો પણ સમાવેશ થાય છે. જેમના દેશમાં 9/11ની વરસીના ત્રણ દિવસ પહેલા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.

વાંધાજનક વિડિયો સામે ઉભો થયેલો વિરોધનો વંટોળ ઉત્તર અમેરિકાથી દક્ષિણ અમેરિકા અને ઇન્ડેનિશિયા સુધી પહોંચ્યો છે. આ વિસ્તારમાં કેટલાક પ્રદર્શનોએ વિનાશક અને નુકસાનકારી સ્વરૂપ ધારણ કર્યું છે. ટ્યુનેશિયા અને સુદાનમાં આવેલી અમેરિકાના દૂતાવાસને નિશાન બનાવવામાં આવતા અમેરિકાના 65 દૂતાવાસમાં સાવચેતી માટે સાવધાન કરતા સંદેશાઓ તાત્કાલિક પહોંચાડવામાં આવ્યા હતા.

ટ્યુનેશિયા ખાતે આવેલા અમેરિકાના દૂતાવાસ બહાર થયેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં ત્રણનાં મોત નિપજ્યાં હતાં અને 28થી વધારે ઘાયલ થયા હતા. લેબનોનમાં પોપ બેનેડિક્ટ 15માની મુલાકાત સમયે થયેલા વિરોધમાં એકનું મોત અને 25 લોકો ઘાયલ થયા હતા. આ પ્રદર્શનોમાં હજારો પેલેસ્ટિયન્સ જોડાયાં છે.

આ વિરોધ હવે યમન, બાંગ્લાદેશ, કતાર, કુવૈત, બેહરિન, ભારત, પાકિસ્તાન, ઇરાક, સિરિયા, નાઇજિરિયા, ડમાસ્કસ અને ઇન્ડોનેશિયામાં પણ શરૂ થઇ ગયો છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X