For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાન ખાન બન્યા પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી, નવજોત સિંહ પણ રહ્યા હાજર

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને ચૂંટાયેલા પ્રધાનમંત્રી ઈમરાન ખાન પાકિસ્તાનના અધિકૃત પ્રધાનમંત્રી બની ગયા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને ચૂંટાયેલા પ્રધાનમંત્રી ઈમરાન ખાન પાકિસ્તાનના અધિકૃત પ્રધાનમંત્રી બની ગયા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને તેમને દેશના પીએમ તરીકે શપથ લેવડાવ્યા છે. ઈમરાન ખાનને શુક્રવારે નેશનલ અસેમ્બલીમાં પીએમ ચૂંટવામાં આવ્યા છે અને તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના ઉમેદવાર અને શહવાઝ શરીફને મ્હાત આપી છે. ભારતના પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ શપથ ગ્રહણમાં ભાગ લેવા પહોંચ્યા છે. ઈમરાન પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી બન્યા છે. મહેમાનોના કારણે શપથગ્રહણમાં મોડુ થયુ હતુ. ઈમરાન ખાને શપથગ્રહણ માટે કાળા રંગની શેરવાની પહેરી હતી.

પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી

ઈમરાન પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી બન્યા છે. મહેમાનોના કારણે શપથગ્રહણમાં મોડુ થયુ હતુ. ઈમરાન ખાને શપથગ્રહણ માટે કાળા રંગની શેરવાની પહેરી હતી.

આ પણ વાંચોઃ કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર, 324 ના મોત, પીએમ મોદી કરશે સર્વેઆ પણ વાંચોઃ કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર, 324 ના મોત, પીએમ મોદી કરશે સર્વે

નવજોત સિંહ સિદ્ધુ પણ ઈમરાન ખાનના શપથગ્રહણમાં

નવજોત સિંહ સિદ્ધુ પણ ઈમરાન ખાનના શપથગ્રહણમાં પહોંચ્યા હતા જ્યાં તેઓ પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે ગળે મળ્યા હતા. ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા મનેકા પણ થપથગ્રહણમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ હસીન જહાંની માંગ કોર્ટે ફગાવી, શમી 7 લાખ નહિ પુત્રીને આપશે 80 હજાર/માસઆ પણ વાંચોઃ હસીન જહાંની માંગ કોર્ટે ફગાવી, શમી 7 લાખ નહિ પુત્રીને આપશે 80 હજાર/માસ

ઈમરાન ખાનને નાના પક્ષોનો સાથ મળ્યો

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહ નેશનલ અસેમ્બલીમાં થયેલ એકતરફી ચૂંટણીમાં ઈમરાન ખાને વિપક્ષી (પીએમએલ-એન) ઉમેદવાર શાહબાઝ શરીફને એકતરફી મુકાબલામાં હરાવ્યો. ઈમરાન ખાનને 176 મત મળ્યા. વળી, શાહબાઝને 96 મત મળ્યા. ઈમરાન ખાનને નાના પક્ષોનો સાથ મળ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ ટ્રક-રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ઘટનાસ્થળ પર જ 5 ના મોતઆ પણ વાંચોઃ ગુજરાતઃ ટ્રક-રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ઘટનાસ્થળ પર જ 5 ના મોત

ઈમરાન ખાને વિરોધીઓને આપ્યો પડકાર

ઈમરાન ખાનને મૂત્તાહિદા કોમી મુવમેન્ટ, બલુચિસ્તાન અવામી પાર્ટી, પાકિસ્તાન મુસ્લિમ લીગ, ગ્રાન્ડ ડેમોક્રેટિક અલાયન્સ અને અવામી મુસ્લિમ લીગ જેવા પક્ષોનો સાથ મળ્યો અને તે જીતી શક્યા. ત્યારબાદ ઈમરાન ખાને પાકિસ્તાનની અસેમ્બલીમાં પોતાનું ભાષણ આપ્યુ જેમાં તેમણે વિરોધીઓને પડકાર આપ્યો. પાકિસ્તાનની સંસદમાં પોતાના પહેલા સંબોધનમાં ઈમરાન ખાને કહ્યુ કે મારુ પહેલુ કામ પાકિસ્તાનને લૂંટનારાઓ સામે કાર્યવાહી કરવાનું હશે.

આ પણ વાંચોઃ રેપ પીડિતાના ‘ટુ ફિંગર ટેસ્ટ' માટે મનાઈ, ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈનઆ પણ વાંચોઃ રેપ પીડિતાના ‘ટુ ફિંગર ટેસ્ટ' માટે મનાઈ, ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

English summary
PTI Chief Imran Khan to take oath as the Prime Minister of Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X