ભારતની કોશિશોથી ગભરાયેલા પાક પીએમ ઈમરાન ખાન લઈ રહ્યા છે મહત્વના નિર્ણયો
14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યુ છે. આ વાત સમજી જઈને લાગે છે કે હવે પાકિસ્તાન એક્શન મોડમાં આવી ગયુ છે. ભારતની કોશિશો હવે ધીમે ધીમે પરંતુ સાચી સાબિત થતી જોવા મળી રહી છે. ગુરુવારે પ્રધાનમંત્રી ઈમરાન ખાન તરફથી રાષ્ટ્રીય સુરક્ષા પર એક સમિતિની મીટિંગની અધ્યક્ષતા કરવામાં આવી હતી. આ મીટિંગમાં હાફિઝ સઈદની સંસ્થા જમાત-ઉદ-દાવા અને ફલાહ એ ઈંસાનિયત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો. બંને સંસ્થાઓને આતંકી ગતિવિધિઓના કારણે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઈમરાને આપ્યા આદેશ
સૂત્રોની માનીએ તો પાક પીએમ ઈમરાન ખાન તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને કહેવામાં આવ્યુ છે કે એ બધા લોકો સામે એક્શન લેવામાં આવે જે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે કરી રહ્યા છે. ભારત સતત પાક પર રાજકીય દબાણ કરી રહ્યુ છે. પાકિસ્તાનના એમએફએન એટલે કે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લેવામાં આવ્યો છે. પાકિસ્તાનથી આવનારા સામાન પર 200 ટકા સુધીનુ કસ્ટમ ડ્યુટી લગાવી દેવામાં આવી છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અળગુ કરવા માટેના ઘણા પ્રયાસો કર્યા છે. ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન્સનો પણ દરજ્જો પાછો લઈ લીધો છે.
ઘણા દેશોએ કરી પાકની નિંદા
કહેવામાં આવી રહ્યુ છે કે ઈમરાને આતંકવાદ અને કટ્ટરપંથીને ખતમ કરવાની રીતો પર પણ ચર્ચા કરી છે. પુલવામા હુમલા બાદ ભારતની કોશિશોના કારણે ઘણા દેશોએ હુમલાની નિંદા કરી એટલુ જ નહિ પરંતુ આકરી પ્રતિક્રિયા પણ આપી. અમેરિકાએ તો પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યુ છે કે તેને આતંકીઓ સામે એક્શન લેવી પડશે. આ ઉપરાંત રશિયા, ફ્રાંસ, બ્રિટન અને આ પ્રકારના તમામ દેશો તરફથી પાકમાં હાજર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદને જવાબદાર ગણવા અને પ્રતિબંધિત કરવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ UNSCમાં ભારતની મોટી જીત, ચીનના વિરોધ બાદ પણ જૈશની નિંદાનો પ્રસ્તાવ પાસ