For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બહરીન પહોંચ્યા રાહુલ ગાંધી, પ્રિન્સ સાથે કરી મુલાકાત

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ સોમવારે પહેલીવાર રાહુલ ગાંધી વિદેશ યાત્રાએ ઉપડ્યા હતા.રાહુલ ગાંધીએ બહરીનની એક દિવસીય મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીને જોવા માટે એરપોર્ટ પર ભીડ જમા થઇ હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ સોમવારે પહેલીવાર રાહુલ ગાંધી વિદેશ યાત્રાએ ઉપડ્યા હતા.રાહુલ ગાંધીએ બહરીનની એક દિવસીય મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીને જોવા માટે એરપોર્ટ પર ભીડ જમા થઇ હતી. જીન્સ અને બ્લેઝરમાં સજ્જ રાહુલ ગાંધી જાતે પોતાનો સામાન લાવતા નજરે ચડ્યા હતા, તેમનો સ્ટાયલિશ લૂક સોશ્યલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતમાં રાહુલ ગાંધી મોટે ભાગે સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં નોર્વેની મુલાકાત દરમિયાન રાહુલ બંધ ગળાના સૂટમાં જોવા મળ્યા હતા, એ સૂટમાં તેઓ અદ્દલ પોતાના પિતા રાજીવ ગાંધી જેવા લાગી રહ્યા હતા અને આથી તેમનો એ લૂક પણ ખૂબ વાયરલ થયો હતો.

Congress

રાહુલ ગાંધીએ આ મુલાકાતમાં બહરીનના વડાપ્રધાન પ્રિન્સ સલમાન બિન હમદ અલ-ખલીફા સાથે મુલાકાત કરી હતી અને તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ લિખિત પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ભેટમાં આપ્યું હતું. આ સિવાય તેઓ એનઆરઆઇ માટે આયોજિત એક કાર્યક્રમનું પણ સંબોધન કરનાર છે. તેઓ એક રાજકીય અતિથિ તરીકે બહરીન પહોંચ્યાછે અને ગ્લોબલ ઑર્ગેનાઇઝેશન ઓફ પીપુલ ઓફ ઇન્ડિયા ઓરિજિન(જીઓપીઆઈઓ) તરફથી આયોજિત એક કાર્યક્રમના વિદાઇ સત્રમાં પણ ભાગ લેશે. કાર્યક્રમમાં 50 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેનાર છે. બહરીન માટે રવાના થતાં પહેલાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, એનઆરઆઈ આપણી તાકાતના રિપ્રેઝન્ટેટિવ અને દુનિયામાં આપણા એમ્બેસેડર છે. હું મારા દેશના લોકોને મળવા અને સંબોધન કરવાની રાહ જોઇ રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, ગલ્ફ કંટ્રીઝમાં 30 લાખથી પણ વધુ ભારતીયો રહે છે. રાહુલ આ સૌ સુધી પોતાની વાત પહોંચાડવા માંગે છે.

Rahul Gandhi
English summary
Rahul gandi in bahrain looks in jeans and blazer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X