For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇનસાઇડર ટ્રેડિંગ: રજત ગુપ્તાને 2 વર્ષની જેલ અને 50 લાખ ડોલરનો દંડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajat-gupta
ન્યૂયોર્ક, 25 ઑક્ટોબર: ન્યૂયોર્કની એક કોર્ટે ભારતીય મૂળના અને ગોલ્ડમેન સેક્સના પૂર્વ નિર્દેશક રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના મુદ્દે બે વર્ષની જેલની સજા ફટકારી છે. રોકાણ મુદ્દાઓ સાથે જોડાયેલા આરોપોમાં સજા પામનારા રજત ગુપ્તા અમેરિકન કોર્પોરેટના સૌથી ઉચ્ચ અધિકારી હતા. રજત ગુપ્તાની દયાની અરજીને ફગાવી દિઉધી છે.

રજત ગુપ્તાને સજા ફટકારતાં જજે કહ્યું હતું કે કોર્ટનું માનવું છે કે અવિશ્વનિય ચેરીટેબલ કામો સાથે જોડાયેલા હોવાની સાથે સાથે સારા માણસ હતા પરંતુ અમેરિકન ન્યાયિક ઇતિહાસથી જાણવા મળે છે કે સારો માણસ ખરાબ કામ પણ કરી શકે છે.

અમેરિકાના વ્યવસાયિક ઉદ્યોગના આ સૌથી મોટા ઇનસાઇડર ટ્રેડિંગના મુદ્દે દશેરાની રાત્રે રજત શર્માને સજા ફટકારવવામાં આવી છે. રજત શર્માની વિરૂદ્ધ એક વર્ષ પહેલાં દિવાળીના દિવસે અમેરિકન વકિલ પ્રીત ભરારાએ મૈનહટ્ટનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટેમાં સુનાવણી દરમિયાન વકિલે રજત ગુપ્તાને આઠ થી દસ વર્ષની સજા ફટકારવાની માંગણી કરી હતી.

રજત ગુપ્તા ગ્લોબલ રોકાણ બેંક ગોલ્ડમેન સેક્સ અને અમેરિકન એફએમસીજી કંપની પ્રોક્ટર એન્ડ ગૈંબલના પૂર્વ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. આ દરમિયાના પોતાના હોદ્દાનો દુરૂઉપયોગ કરીને તેમને ગોલ્ડમેન સેક્સની ગુપ્ત માહિતી હેજ ફંડની પુરી પાડી હતી.

ઇનસાઇડ ટ્રેડિંગના આ હાઇપ્રોફાઇલ કેસમાં શ્રીલંકાઇ મૂળના હેજ ફંડ વ્યવસાયિક રાજા રાજરત્નમને કોર્ટે પહેલાંથી જ 11 વર્ષની સજા ફટકારી છે. સજા ફટકાર્યા બાદ રજત ગુપ્તાએ કહ્યું હતું કે નાનપણમાં મારા માતા-પિતાના અવસાનના 18 મહિના મારા માટે પડકારરૂપ હતા. આ કેસની જે અસર મારા પરિવાર, મારા મિત્રો અને મારી સંસ્થા પર પડશે તેનાથી મને ખૂબ જ અફસોસ છે. મે મારી જીંદગીમાં જે છાપ ઉભી કરી હતી તે ગુમાવી દિધી છે.

ગુપ્તાના વકિલે કોર્ટને સજા માફ કરવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેની દયાની અરજીને ફગાવી કાઢી હતી. તેમના વકિલે કહ્યું હતું કે રજત ગુપ્તા તેમની બાકી જીંદગી આફ્રિકી દેશોમાં ગરીબ અને બેરોજગાર લોકોની સેવામાં વિતાવશે.

English summary
Former Goldman Sachs director Rajat Gupta was today sentenced to two years in prison and fined USD 5 million by a US judge, months after the Indian-American Wall Street titan was found guilty of leaking boardroom secrets to a hedge fund manager in the largest insider trading case in the country's history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X