પાકિસ્તાનની હરકતો ‘નાપાક', પરંતુ આ વધુ સમય સુધી નહિ ચાલેઃ રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિંગાપુરમાં રહેતા ભારતીય સમાજને સંબોધિત કરીને પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો. રાજનાથ સિંહે કહ્યુ કે અમારી પડોશમાં એક દેશ છે જેનુ નામ પાકિસ્તાન છે, પરંતુ તે પોતાના નામના અર્થ પર ખરુ નથી ઉતરી રહ્યુ અને નાપાક હરકતો કરી રહ્યુ છે. રાજનાથ સિંહે પાકને ચેતવણી આપીને કહ્યુ કે હવે આ વધુ દિવસો સુધી નહિ ચાલે.

સિંગાપુરના પ્રવાસ પર
આ દરમિયાન રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરમાં આર્ટિક 370ને ખતમ કરવાના સરકારના નિર્ણયનુ પણ સમર્થન કર્યુ. તેમણે કહ્યુ કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે એક પૂર્ણ રાજ્યને દેશના બાકીના હિસ્સાની જેમ દેશ સાથે જોડવામાં આવ્યુ નહિ. તમને જણાવી દઈએ કે રાજનાથાસિંહ સોમવારે સિંગાપુરને બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. રાજનાથ સિંહે કહ્યુ કે અમારી સરકાર ક્યારેય પણ દેશના હિતો સાથે સમજૂતી નહિ કરે.

અમે વચન આપ્યુ હતુ નિભાવ્યુ
સંરક્ષણ મંત્રી કહ્યુ કે જ્યારથી અમારી સરકારની રચના થઈ છે, અમે હંમેશા એ વચન આપ્યુ અને પોતાના ઘોષણાપત્રમાં આનો ઉલ્લેખ કર્યો કે જ્યારે અમે સત્તામાં આવીશુ અમે આર્ટીકલ 370ને ખતમ કરીશુ અને જમ્મુ કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવીશુ. જ્યારે ભાજપને પૂર્ણ બહુમત મળ્યો તો અમે આર્ટિકલ 370ને ખતમ કરી દીધુ. ત્યારબાજ પાકિસ્તાને સરકારના આ નિર્ણયની આખરી ટીકા કરી હતી અને ભારત સાથે કૂટનીતિક સંબંધો ખતમ કરી દીધા.
આ પણ વાંચોઃ તો નક્કી થયો શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકારનો ફોર્મ્યૂલા, આ પાર્ટીના CM હશે

દેશના હિતો સાથે નહિ કરીએ સમજૂતી
રાજનાથ સિંહ કહ્યુ કે જમ્મુ કાશ્મીરનો પોતાનો અલગ ઝંડો હતો, તેમની અલગ વિધાનસભા હતી. પરંતુ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરાયા બાદ આબધુ ખતમ થઈ ગયુ અને ભારત હવે એક છે. સંરક્ષણ મંત્રીએકહ્યુ કે દેશના હિતોના મુદ્દે અમે ક્યારેય સમજૂતી નહિ કરીએ, અમે માત્ર સરકાર બનાવવા માટે રાજનીતિ નથી કરતા પરંતુ દેશને બનાવવા માટે રાજનીતિ કરીએ છીએ.