For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકા પરથી રાજનૈતિક સંકટ ખતમ થયું, 51 દિવસ બાદ ફરી પીએમ બન્યા રાનિલ વિક્રમસિંઘે

શ્રીલંકા પરથી રાજનૈતિક સંકટ ખતમ થયું, વિક્રમસિંઘે બન્યા પીએમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાડોસી દેશ શ્રીલંકામાં લાંબા સમયથી ચાલી રહેલ રાજકીય સંકટ પૂર્ણ થઈ ગયું છે. 51 દિવસ બાદ રવિવારે રાનિલ વિક્રમસિંઘેની દેશના વડાપ્રધાન પદ પર ફરીથી વાપસી થઈ છે. રાજધાની કોલંબોમાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વિક્રમસિંઘેને શપથ લેવડાવ્યા. જણાવી દઈએ કે રાજપક્ષેએ શનિવારે જ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદથી કહેવામાં આવી રહ્યું હતું કે વિક્રમસિંઘેને બીજીવાર વડાપ્રધાન પદ માટે નિયુક્ત કરવામાં આવી શકે છે.

ranil vickramasinghe

રાનિલ વિક્રમસિંઘેની યૂનાઈટેડ નેશનલ પાર્ટીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ સિરિસેનાની સાથે કામ કરવા માટે તૈયાર છે જેમણે તેમની સરકાર વિરુદ્ધ કેટલાક સમૂહોને ઉંધા રસ્તે ચડાવ્યા હતા. જ્યારે યૂપીએનના મહાસચિવ સાંસદ અકિલા વિરાજ કરિયાવાસમે કહ્યું કે નવા મંત્રીમંડળનું ગઠન 2 દિવસમાં કરી દેવામાં આવશે. અખબાર કોલંબો પેજ મુજબ નવા મંત્રીમંડળને સોમવારે શપથ લેવડાવવામાં આવશે. જેમાં શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના 6 સાંસદ સહિત કુલ 30 સભ્યો હશે.

ઉલ્લેખનીય છે કે વિક્રમસિંઘેની રાજનૈતિક પાર્ટી યૂએનપીએ સિરિસેનની પાર્ટીની સાથે મળીને વર્ષ 2015માં સરકાર બનાવી હતી. ત્યારે રાજપક્ષેને સત્તા બહાર થવું પડ્યું હતું. 26 ઓક્ટોબરે વિક્રમસિંઘેના નેતૃત્વવાળી સરકારથી સિરિસેનના યૂપીએફએ ગઠબંધને સમર્થન પરત લઈ લીધું છે. જેના કારણે સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો- રાફેલ ડીલમાં મામા અને અંકલ નથી એટલે ભડક્યું કોંગ્રેસઃ મોદી

English summary
Ranil Wickremesinghe has returned as Sri Lanka's prime minister, likely ending a political crisis that began in late October when he was surprisingly removed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X