For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદ વિરુદ્ધ અમે પાકિસ્તાનની ધરતી પર લડવા તૈયારઃ ઈરાન

આતંકવાદ વિરુદ્ધ અમે પાકિસ્તાનની ધરતી પર લડવા તૈયારઃ ઈરાન

|
Google Oneindia Gujarati News

તેહરાનઃ ઈરાનના ગૃહમંત્રીએ શનિવારે કહ્યું કે તેઓ પાકિસ્તાનની જમીન પર આતંકવાદ વિરુદ્ધ લડાઈ કરવા માટે તૈયાર છે. ઈરાને કહ્યું કે એમની સેના પાકિસ્તાનની સેનાની મદદથી આતંકવાદ વિરુદ્ધ જંગ છેડવા માટે તૈયાર છે. ઈરાનના ગૃહ મંત્રી અબ્દોલ્રેજા રહમાની ફાઝલીએ કહ્યું કે બંને દેશોની બોર્ડરને સુરક્ષિત કરવા માટે પાકિસ્તાની સેનાની દેખરેખમાં પાકિસ્તાનની ભૂમિ પર આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવા માટે તેહરાન તૈયાર છે.

iran

ઈરાનના મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાછલા મહિને ઓક્ટોબરમા પાકિસ્ાતને ઈરાની સુન્ની વિદ્રોહીઓએ 14 ઈરાની જવાનોનું અપહરણ કર્યું હતું, જે બાદ ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ લડવાનું મન બનાવી લીધું હતું. ઈરાનના મંત્રીએ કહ્યું કે ઈરાને અત્યાર સુધી પાકિસ્તાન સાથે સીમાની બીજી તરફ આતંકવાદીઓ વિરુદ્ધ કોઈપણ અભિયાન કર્યું નથી.

ઈરાને કહ્યું કે અમે પાકિસ્તાનની સંપ્રભુતાનું સમ્માન કરીએ છીએ માટે સરકારથી અપેક્ષા છે કે તેઓ પણ બંને દેશોની બોર્ડરને સુરક્ષિત કરવા માટે પહેલ કરશે. ઓક્ટોબરમાં પાકિસ્તાનના સુન્ની આતંકવાદીઓએ ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના જવાનોનું અપહરણ કર્યું હતું. આ ઘટના બાદ ઈરાને આકરી પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનને ઝાટક્યું હતું. ઈરાને કહ્યું હતું કે આતંકવાદ માટે પાકિસ્તાન સૌથી સુરક્ષિત જગ્યા છે.

આ પણ વાંચો- યુએસની એક યુનિવર્સિટીમાં ભારતીય છાત્રોનો નોકરોની જેમ ઉપયોગ કરતો ભારતીય પ્રોફેસર

English summary
Ready to fight against terrorism on Pakistan soil: Iran
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X