For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2013માં વિક્રમી 2170 અબજોપતિઓ નોંધાયા; એશિયામાં સૌથી વધારે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 નવેમ્બર : આ વર્ષ અનેક બાબતોમાં વિક્રમી રહ્યું છે. વર્ષ 2013માં 18 નવા અબજોપતિનો ઉમેરો કરીને એશિયા વિશ્વમાં અબજોપતિની વસતિમાં મહતમ વધારો કરનાર વિસ્‍તાર બની ગયો છે અને ઝડપભેર વૃદ્ધિ કરનાર વિસ્‍તાર તરીકે પણ એશિયાએ સ્‍થાન મેળવ્‍યું છે એમ વેલ્‍થ-એક્‍સ અને યુબીએસ બિલિયનર્સ સેન્‍સસ 2013ના અહેવાલમાં જણાવવામાં આવ્‍યુ છે.

આ અહેવાલ પ્રમાણે વર્ષ 2013માં એશિયામાં અબજોપતિની વસતિમાં 3.7 ટકાનો વધારો થયો હતો અને કુલ સંપતિમાં 13 ટકા વૃદ્ધિ નોંધાઇ હતી અને આમ, એશિયા સૌથી ઝડપી વૃદ્ધિ કરનાર વિસ્‍તાર બની ગયો છે.

billioner

અભ્‍યાસમાં 3 કરોડ ડોલર અને તેથી વધારે નેટવર્થ ધરાવતી વ્‍યક્‍તિને જ આવરી લેવામાં આવી હતી. એશિયામાં કુલ 44,505 અલ્‍ટ્રા-હાઇ નેટવર્થ વ્‍યક્‍તિઓ છે. જેમની કુલ સંપતિ 6590 અબજ ડોલર છે. વૈશ્વિક સ્‍તરે વાત કરીએ તો 2013માં વિશ્વના અબજોપતિની સંખયા 2170ના વિક્રમ સ્‍તરે પહોંચી હતી. વિશ્વના અબજોપતિની સરેરાશ નેટવર્થ 3 અબજ ડોલર નોંધાઇ હતી.

અબજોપતિઓની સંયુક્‍ત નેટવર્થ 2009માં 3.1 ટ્રિલિયન ડોલર હતી જે 2013માં વધીને 6.5 ટ્રિલિયન ડોલર થઇ ગઇ હતી. આટલી રકમ અમેરિકાને 2024 સુધી તેની બજેટ ખાધ ભરવા માટે પૂરતી રકમ છે. આ રકમ અમેરિકા અને ચીન સિવાયના તમામ દેશોના જીડીપી. કરતા વધારે છે.

રસપ્રદ વાત એ છે કે 2009માં વૈશ્વિક નાણાકીય કટોકટી થઇ ત્‍યારથી 810 વ્‍યકિતઓ અબજોપતિ બન્‍યા છે. જુલાઇ 2012થી જૂન 2013 સુધીના વૈશ્વિક અબજોપતિનો અભ્‍યાસ કરનાર આ અહેવાલમાં પ્રદેશ, દેશ, લિંગ અને આવકનો સ્ત્રોત જેવા પરિબળ ધ્‍યાનમાં લેવામાં આવ્‍યા હતા. યુરોપમાં સૌથી વધુ 766 વ્‍યક્‍તિગત અબજોપતિ છે. જોકે ઉતર અમેરિકા અબજોપતિની સૌથી વધુ સંપતિ 2158 અબજ ડોલર છે.

English summary
Record 2170 billionaires globally; Asia fastest growing region
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X