For Quick Alerts
For Daily Alerts
રેડ એલર્ટ : ગુરૂ નાનક જયંતિને પગલે ભારતીયો પર તાલિબાનીઓનું જોખમ
લાહોર, 28 નવેમ્બર : પાકિસ્તાનની સત્તાવાળાઓએ ગુરૂ નાનકની જન્મ જયંતિને પગલે કરવામાં આવી રહેલી ઉજવણીમા ભાગ લેવા જઇ રહેલા ભારતીય સિખ શ્રધ્ધાળુઓ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આતંકવાદી અજમલ કસાબને ભારતે આપેલી ફાંસીને કારણે તાલિબાનીઓએ ભારતીયોને નિશાન બનાવવાની આપેલી ધમકીને પગલે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અંગેની 27 નવેમ્બર, 2012ના રોજ કરવામાં આવેલી એક જાહેરાત અનુસાર તમામ સિખ ધાર્મિક સ્થળોએ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલા ખાસ સ્ટીકર સિવાયના વાહનોને આ સ્થળોએ પ્રવેશ મળી શકશે નહીં.
પાકિસ્તાનમાં લાહોરથી 80 કિલોમીટર દૂર આવેલા ગુરૂ નાનક સાહેબના જન્મસ્થળ નાનકાના સાહેબ ગુરુદ્વારા ખાતે જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે અંદાજે 2000 ભારતીયો પાકિસ્તાન ગયા છે. આ દરમિયાન તેઓ અન્ય સ્થળોની મુલાકાત પણ લેશે.
પાકિસ્તાન સત્તાવાળાઓએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અંગે કોઇ ચોખવટ કરી નથી. પણ ઇન્ડિયના હાઇ કમિશનને પ્રાપ્ત માહિતી અનુસાર ભરતીયોને તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા ખતરો છે.