H-1B વિઝા માટે 9 માર્ચથી રજિસ્ટ્રેશન, 31 માર્ચે લોટરીથી રિઝલ્ટ
નોકરી માટે અમેરિકા જવાની કોશિશ કરી રહેલા પ્રોફેશનલ્સ માટે ગુડ ન્યૂઝ છે. અમેરિકા સરકારે H-1B વિઝા મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની તારીખનું એલાન કરી દીધું છે. આગલા નાણાકીય વર્ષ માટે 9 માર્ચથી H-1B વિઝા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા બાદ કોમ્પ્યૂટર આધારિત લૉટરી દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અને 31 માર્ચ સુધી સફળ ઉમેદવારોને H-1B લાગવાની જાણકારી આપી દેવામાં આવશે.
9 માર્ચથી 25 માર્ચ સુધી રજિસ્ટ્રેશન
અમેરિકા નાગરિકતા અને ઈમિગ્રેશન સેવાઓનું આ નોટિફિકેશન અમેરિકા સરકારની એ ઘોષણા બાદ આવ્યું છે જ્યારે બિડેન સરકારે એલાન કર્યું હતું કે વિદેશી પ્રોફેશનલ્સ માટે H-1B જાહેર કરવા માટે પરંપરાગત લોટરીની વ્યવસ્થા જ યથાવત રાખવામાં આવશે. USCISએ ઘોષણા કરી કે નાણાકીય વર્ષ 2022 માટે H-1B માટે શરૂઆતી રજિસ્ટ્રેશન 9 માર્ચે બપોરે શરૂ થશે જે 25 માર્ચે બપોર સુધી ચાલશે. જણાવી દઈએ કે H-1B વિઝા એક નોન-ઈમિગ્રેંટ વિઝા છે, જે અમેરિકી કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સ હાયર કરવાની મંજૂરી આપે છે. અમેરિકન કંપનીઓ હજારોની સંખ્યામાં ભારત અને ચીનથી પ્રોફેશનલ્સને હાયર કરે છે. આ હિસાબે H-1B વિઝાનું મહત્વ ભારત માટે ઘણું વધુ છે.
અમેરિકાની ફેડરલ એજન્સીએ કહ્યું કે જો તેને 25 માર્ચ સુધી પર્યાપ્ત સંખ્યામાં રજિસ્ટ્રેશન મળી ગયાં તો તે કોઈપણ ક્રમ વિના રજિસ્ટ્રેશનની પસંદગી કરી 31 માર્ચ સુધી ચૂંટાયેલા લોકોને જાણકારી આપશે.
કેટલા લોકોને મળે છે H-1B વિઝા
USCIS હર વર્ષે 65 હજાર સુધી H-1B વિઝા જાહેર કરે છે. આની સાથે જ 20 હજાર H-1B વિઝા એવા વિદેશી વિદ્યાર્થીઓને પણ જાહેર કરવામાં આવે છે, જેમણે અમેરિકાની કોઈ યૂનિવર્સિટીથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનિયરિંગ અથવા મેથ્સનો અભ્યાસ કર્યો હોય. USCISએ H-1B માટે નોટિસ જાહેર કરતાં કહ્યું કે તેની પહેલી પ્રાથમિકતા અમેરિકન્સના આર્થિક સ્વાસ્થ્ય અને તેના રોજગારનું ધ્યાન રાખવું છે. આની સાથે જ H-1B વિઝા વહેંચણીમાં અમે ધ્યાન રાખશું કે જે વધુ ક્વોલિફાઈડ હોય તેમનું સિલેક્શન થઈ શકે.