For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત પાક. વિધાયકની માફી માંગે: રહેમાન મલિક

|
Google Oneindia Gujarati News

rehman malik
ઇસ્લામાબાદ, 26 ફેબ્રુઆરી: તાજેતરમાં મૃત પામેલા પાકિસ્તાની વિધાયકને એક ભારતીય ન્યૂઝ ચેનલ દ્વારા શંકાસ્પદ આતંકવાદી તરીકે રજૂ કરવા બદલ પાકિસ્તાનના ગૃહમંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાની ગૃહમંત્રી રહેમાન મલિકે ભારતને આ મુદ્દે માફી માંગવા જણાવ્યું છે.

એક ટીવી ચેનલે હૈદરાબાદ બ્લાસ્ટ પરના પોતાના એક ખાસ કાર્યક્રમમાં મુત્તાહિદા કૌમી મુવમેન્ટના નેતા મંજર ઇમામની તસવીર બતાવી હતી અને તેમની શંકાસ્પદ આતંકવાદી તરીકે ઓળખાણ આપી હતી.

ઇમામની 17 જાન્યુઆરીના રોજ કરાંચીમાં તાલિબાન હુમલાખોરોએ ગોળીમારીને હત્યા કરી દીદી હતી. જોકે હજી સુધી એ વાતની જાણ થઇ શકી નથી કે આ સમાચાર ચેનલે આ મુદ્દે માફી માગી છે કે નહીં.

કરાચીમાં પત્રકારો સાથે વાતચીતમાં મલિકે હૈદરાબાદ વિસ્ફોટમાં ઇમામનું નામ ઘુસાડવા માટે માફી માંગવા જણાવ્યું છે. મલિકના જણાવ્યા અનુસાર ઇમામ સિંધ વિધાનસભાનમા સદસ્ય રહી ચૂક્યા હતા.

English summary
Rehman Malik asks New Delhi to tender apology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X