For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં સૌથી આગળ ઋષિ સુનક, ત્રીજા તબક્કામાં રહ્યા નંબર 1

બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ છે.

|
Google Oneindia Gujarati News

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ છે. બ્રિટનના પૂર્વ સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે ઋષિ દેશના શ્રેષ્ઠ વડાપ્રધાન સાબિત થશે. વડાપ્રધાન પદ માટેની રેસના ત્રીજા તબક્કામાં ટોરી નેતૃત્વ માટે 18 જુલાઈના રોજ મતદાન થયુ હતુ જેમાં 357 સાંસદોએ ભાગ લીધો હતો. આ વોટિંગમાં સુનક પ્રથમ ક્રમે રહ્યા હતા અને તેમનો વોટ શેર 101થી વધીને 115 થયો હતો. બીજા રાઉન્ડમાં તેમને 101 વોટ મળ્યા હતા. ટ્રેડ સેક્રેટરી પેની મોર્ડોન્ટ 82 મત મેળવીને બીજા ક્રમે આવ્યા. જે અગાઉના રાઉન્ડ કરતાં એક ઓછુ હતુ. ત્રીજા ક્રમે લિઝ ટ્રસને 71 વોટ મળ્યા જ્યારે કેમી બેડનોટને 58 વોટ મળ્યા.

Rishi Sunak

બીજી તરફ ટૉમ ટગેનથેટને માત્ર 31 મત મળ્યા છે અને તેમણે પોતાની હાર સ્વીકારી લીધી છે. જો કે તે કયા ઉમેદવારને સમર્થન આપશે તે હજુ સ્પષ્ટ નથી. બાકીના ચાર ઉમેદવારો ચોથા રાઉન્ડના મતદાનમાં ભાગ લેશે. છેલ્લુ મતદાન બુધવારે થશે. જે દરમિયાન માત્ર બે ઉમેદવારો જ બાકી રહેશે. બે ટીવી ડિબેટ પછી હવે લગભગ સ્પષ્ટ થઈ ગયુ છે કે ઋષિ સુનક છેલ્લા રાઉન્ડમાં પહોંચશે. જો કે બીજા ઉમેદવાર કોણ હશે તે પ્રશ્ન હજુ પણ બાકી છે.

રિપોર્ટ મુજબ વડાપ્રધાન બોરિસ જૉનસન પુરો પ્રયાસ કરી રહ્યા છે કે ઋષિ સુનક દેશના વડાપ્રધાન ન બને. આ માટે તેઓ પડદા પાછળ પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. જો આંતરિક સૂત્રોનુ માનીએ તો ઋષિ સુનકને વિશ્વાસ છે કે તેઓ સરળતાથી જીતી જશે. સુનકે ટીવી ડિબેટ દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપ્યુ હતુ. સુનક અને ટ્રુસે ત્રીજી ટીવી ડિબેટમાં ભાગ લેવાની ના પાડી. જેના કારણે ત્રીજી ટીવી ડિબેટ રદ કરવામાં આવી હતી.

English summary
Rishi Sunak leads in third round wins in leadership vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X