For Daily Alerts
..ને જોત-જોતામાં લૂંટાઇ ગયા 467 મિલિયન ડોલરના હિરા
બ્રુસ્સેલ્સ, 19 ફેબ્રુઆરીઃ સોમવારે સાંજે બ્રુસ્સેલ્સ એરપોર્ટ ખાતે અચાનક ચારથી પાંચ બંદુકધારી લૂંટેરાઓ ત્રાટક્યા હતા અને જોત-જોતામાં તેઓ 350 મિલિયન યુરો એટલે કે 467 મિલિયન ડોલરની કિંમતના હિરા લઇને છૂ થઇ ગયા હતા. બનાવ અંગેના બેલજિયન સ્ટેટ બ્રોડકાસ્ટરના વીઆરટી અનુસાર, બ્રુસલેસ એરપોર્ટ ખાતે એક પ્લેનમાં જ્યારે આ હિરાને રાખવામાં આવી રહ્યાં હતા, તે સમયે આ લૂંટ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે સ્વિસ પેસેન્જર પ્લેન કે જ્યાં આ હિરા એક સિક્યુરિટી વેનમાં હતા ત્યાં ચાર બંદુકધારીઓ બે વાહન લઇને આવ્યા હતા અને વેન પર હુમલો કરી ચોરીને અંજામ આપ્યો હતો.
બ્રુસ્સેલ્સ પ્રોસિક્યુટરના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે, બંદુકધારીઓએ ચહેરા પર માસ્ક પહેર્યો હતો અને તેમણે કોઇપણ પ્રકારનું ફાયરિંગ કર્યું નહોતું તેમજ આ ઘટના દરમિયાન કોઇને ઇજા પહોંચી નથી. બન્ને વાહનો ચોરી થયા બાદ ત્યાંથી જતા રહ્યાં હતો જો કે, અમુક સમય બાદ એક વાહન મળી આવ્યું હતું, પરંતુ વાહનમાંથી શું મળ્યું તે અંગે કંઇ જ જણાવવામાં આવ્યું નથી. પોલીસે તપાસ હાથ ધરી છે.