• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુદ્ધના 48માં દિવસે રશિયા એ બદલી બાઝી, S-300 મિસાઇલને ઉડાવી, તૂટ્યો NATO નો ચક્રવ્યૂહ

|
Google Oneindia Gujarati News

યુક્રેનમાં રશિયન હુમલાનો આજે 48મો દિવસ છે અને થોડા દિવસોની ધીમી લડાઈ બાદ રશિયાએ ફરી એકવાર આક્રમક વલણ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. રશિયા હવે યુક્રેનને અન્ય દેશો પાસેથી મળેલા હથિયારોને નિશાન બનાવી રહ્યું છે અને રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનને યુરોપીયન દેશ પાસેથી મળેલી S-300 મિસાઈલ સિસ્ટમને રશિયન સેનાએ નષ્ટ કરી છે. જોકે, રશિયાએ એ નથી જણાવ્યું કે, યુક્રેનને આ મિસાઈલ સિસ્ટમ કયા યુરોપિયન દેશ પાસેથી મળી છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે સોમવારે દાવો કર્યો હતો કે રશિયન કાલિબ્ર મિસાઇલોએ રવિવારે મધ્ય-પૂર્વ યુક્રેનિયન શહેર ડીનિપ્રોની બહારના ભાગમાં એક હેંગરમાં છુપાયેલા ચાર S-300 લૉન્ચરને નષ્ટ કરી દીધા હતા અને રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 25 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા. તે જ સમયે, એવા અહેવાલો છે કે રશિયાએ જે મિસાઇલ સિસ્ટમ ઉડાવી હોવાનો દાવો કર્યો હતો તે સ્લોવાકિયા દ્વારા યુક્રેનને આપવામાં આવી હતી. જોકે, સ્લોવાકિયાએ હાલ પૂરતું નકારી કાઢ્યું છે કે તેણે આપેલી મિસાઈલનો નાશ કરવામાં આવ્યો છે.

આ સંબંધમાં સ્લોવાકિયાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં S-300 મિસાઈલ સિસ્ટમના વિનાશના દાવાને 'ખોટો દાવો' ગણાવ્યો છે. જો કે, તે સ્પષ્ટ નથી કે શું બંને પક્ષો એક જ હુમલા તરફ ઈશારો કરી રહ્યા છે. યુક્રેનિયન અધિકારીઓ દ્વારા તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેના દળોએ તાજેતરના દિવસોમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવી છે. તેઓએ ઇઝ્યુમ શહેર નજીક બે યુક્રેનિયન Su-25 એરક્રાફ્ટને પણ તોડી પાડ્યા અને બે દારૂગોળો ડેપોનો નાશ કર્યો, જેમાંથી એક દક્ષિણ શહેર માયકોલાઇવ નજીક હતું.

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પૂર્વી યુક્રેનમાં રશિયન સેનાને ઘણી સફળતા મળી રહી છે અને રશિયાને બખ્તરબંધ વાહનોનો લાભ મળી રહ્યો છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે રશિયાએ હવે ડોનબાસ વિસ્તાર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પેન્ટાગનના પ્રેસ સેક્રેટરી જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે, 24 ફેબ્રુઆરીના આક્રમણ પછી, રશિયન દળોએ રાજધાની કિવ પર ફરીથી નિયંત્રણ મેળવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ રશિયા નિષ્ફળ રહ્યું. જે બાદ હવે રશિયાએ પોતાનું તમામ ધ્યાન ડોનબાસ વિસ્તાર પર લગાવી દીધું છે અને હવે તેણે S-300 મિસાઈલ સિસ્ટમ ઉડાવી હોવાનો દાવો કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સે શુક્રવારે કહ્યું કે તેણે યુક્રેનને મોકલવામાં આવેલી S-300 એર ડિફેન્સ સિસ્ટમને બદલવા માટે સ્લોવાકિયાને પેટ્રિઅટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મોકલી છે

English summary
Russia destroys Ukraine's S-300 missile system
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X