For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉર ગેમ: રશિયાએ શરૂ કર્યો સૌથી મોટો લશ્કરી અભ્યાસ, પેન્ટાગોન અને નાટો રાખશે નજર

શીત યુદ્ધ પછીથી પ્રથમ વખત રશિયા મોટા સ્તરે લશ્કરી અભ્યાસ કરીને વિશ્વને તેની તાકાત અનુભૂતિ કરાવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

શીત યુદ્ધ પછીથી પ્રથમ વખત રશિયા મોટા સ્તરે લશ્કરી અભ્યાસ કરીને વિશ્વને તેની તાકાત અનુભૂતિ કરાવી રહ્યું છે. સાઈબેરિયાના પૂર્વ તટ પર રશિયાના લગભગ 3,00,000 સૈનિક મંગળવારથી આ વિશાળ લશ્કરી અભ્યાસમાં ભાગ લઈ રહ્યાં છે, જે સાત દિવસ સુધી ચાલશે. આ સૈન્ય અભ્યાસમાં હથિયારો સાથે વિશાળ સંખ્યા માત્ર રશિયન સૈનિકો નહિ દેખાશે, પરંતુ 1000 થી વધારે વિમાનો, હેલિકોપ્ટર, ડ્રોન્સ અને 36,000 થી વધુ ટેંક, 80 લશ્કરી જહાજો ઉપરાંત અન્ય મિલેટ્રી વાહનો પણ શામેલ થશે. આનાં સિવાય ચીનએ આશરે 3,200 જવાન, સશસ્ત્ર વાહનો અને એરક્રાફ્ટ મોકલ્યા છે. મંગોલિયાએ પણ તેના કેટલાક મિલેટ્રી યુનિટ મોકલ્યા છે. આ મિલેટ્રી ડ્રિલનું નામ Vostok-2018 છે. રશિયા અગાઉ 1981 માં આવો જ લશ્કરી અભ્યાસ કર્યો હતો, જ્યારે શીત યુદ્ધ તેની ટોચ પર હતું. અત્યારે પેન્ટાગોન આ સૈન્ય અભ્યાસ પર નજર રાખશે. રશિયાના લશ્કરી અભ્યાસને 'વૉર ગેમ' કહેવામાં આવે છે.

આ લશ્કરી અભ્યાસનો હેતુ શું છે?

આ લશ્કરી અભ્યાસનો હેતુ શું છે?

રશિયાના લશ્કર તે સમયે સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે જ્યારે મોસ્કો અને નાટો વચ્ચે ટેન્શનનો સમય ચાલી રહ્યું છે. અમેરિકાની વધતી જતી તાકાત વચ્ચે, પ્રમુખ વ્લાદિમીર પુતિનએ તેના લશ્કરી આધુનિકરણમાં વધારો કર્યો છે, જેમાં ઘણા નવા અણુ મિસાઇલ્સનો સમાવેશ થાય છે. લંડનના રોયલ યુનાઈટેડ સેવાઓ ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૈંડ વૉરફેયરમાં લૈંડ વૉરફેયરના નિષ્ણાત જૈક વાટલિંગએ વોસ્ટોક 2018 ને' કેટલાક અંશે બળનું પ્રદર્શન' કહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "આ એ દર્શાવાનો પ્રયાસ છે કે રશિયા એ સ્તર પર લશ્કરી અભ્યાસ કરી શકે છે,જે નાટો પાસે પણ નથી.

ચીન શા માટે આમાં શામેલ થઇ રહ્યું છે?

ચીન શા માટે આમાં શામેલ થઇ રહ્યું છે?

રશિયાના આ લશ્કરી અભ્યાસમાં ચીનના સૈનિકો અને કેટલાક લશ્કરી વાહનો હાજરી જોવા મળે છે, જેનો સીધો સંબંધ વિશ્વને એ જોવાનું છે કે આ બંને દેશો લશ્કરી સહકારથી લઈને દરેક સ્તરે એકબીજા સાથે છે. ક્રેમલિનના પ્રવક્તા પેસકોવ કહે છે, "આનાથી એ સાબિત થાય છે કે બન્ને દેશો તમામ ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યાં છે." વાટલિંગએ જણાવ્યું હતું કે રશિયા વિશ્વને એ બતાવવા માટે પ્રયાસ કરી રહી છે કે તેઓ ચીન સાથે ગઠબંધન ધરાવે છે, પણ મોસ્કોમાં તે વિશે શું અર્થ છે એ બાબતે ચિંતા પણ છે. રશિયન સંરક્ષણ પ્રધાન સરજેઈ શોઇગુ કહી ચુક્યા છે કે મધ્ય એશિયા ઇસ્લામિક કટ્ટરપંથી રશિયાના સુરક્ષા માટે એક મોટો ખતરો છે, ચીન તેમના દેશમાં મુસ્લિમોને કમજોર બનાવવા અને તેમની વસ્તીને રોકવા માટે દરેક શક્ય પ્રયત્નો કરી રહ્યું છે.

નાટોએ શું કહ્યું?

નાટોએ શું કહ્યું?

નાટોએ જણાવ્યું છે કે તેઓ રશિયાના લશ્કરી અભ્યાસો પર પૂરી નજર રાખે છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે દરેક દેશને તેમની સુરક્ષા માટે સૈન્ય અભ્યાસ કરવાનો અધિકાર છે, પરંતુ તે મહત્વનું છે કે તે ટ્રાન્સપરન્ટ અને પ્રેડિક્ટેબલ પદ્ધતિઓથી નિયંત્રિત થવું જોઈએ. નાટોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "વોસ્ટોક (Vostok-2018) મોટા પાયે સંઘર્ષનો પ્રયોગ કરવા પર રશિયાનું ધ્યાન આકર્ષિત કરે છે. છેલ્લા કેટલાક સમયથી, અમે જોયું છે કે રશિયાએ એક વધુ જોરદાર સ્વરૂપથી તેના સંરક્ષણ બજેટ અને તેની લશ્કરી હાજરીમાં ઝડપથી વૃદ્ધિ કરી છે.

English summary
Russia launches the biggest war games ever with China, Pentagon, China eyeing closely
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X