Russia-Ukraine Timeline: યુક્રેન સામે યુદ્ધનુ એલાન, જાણો ક્યાંથી શરુ થઈ તણાવની શરુઆત
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ શરુ થઈ ચૂક્યુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે સૈન્ય ઑપરેશનનુ એલાન કરી દીધુ છે. આ એલાન સાથે જ યુક્રેનના ઘણા ભાગોમાં ગોળીબાર જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ કરી દીધુ છે કે તે પાછા હટવાના નથી. તેમણે યુક્રેનના સૈનિકોને કહ્યુ છે કે તે પોતાના હથિયાર મૂકી દે અને પોતાના ઘરે પાછા જતા રહે. જો ખૂન-ખરાબો થશે તો તેના માટે યુક્રેન જવાબદાર હશે. વળી, અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે યુક્રેનના લોકો અમારા પર ભરોસો કરી રહ્યા છે અને અમારા પર નિર્ભર છે. એવામાં યુક્રેન પર હુમલો કરવાના પરિણામ ગંભીર હોઈ શકે છે. આવો, જોઈએ છેવટે કેવી રીતે સોવિયત યુનિયન વિખર્યા બાદ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ આટલો વધી ગયો છે.
1991
સોવિયત રિપબ્લિક ઑફ યુક્રેને ખુદને મૉસ્કોથી આઝાદીનુ એલાન કર્યુ. ત્યારબાદ રિફ્રેંડમ દ્વારા ક્રાવચૂકને દેશના રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા.
1994
લિયોનિડ કુચમાએ ક્રાવચૂકને ચૂંટણીમાં હરાવ્યા.
1999
કુચમા એક વાર ફરીથી ચૂંટાયા પરંતુ આ વખતે ચૂંટણીમાં અનિયમિતતાના આરોપ લાગ્યા.
2004
રશિયાના પક્ષધર વિક્ટર યનુકોવિચને રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા પરંતુ ચૂંટણીમાં ગોટાળાના આરોપ લાગ્યા. આ દરમિયાન મોટાપાયે પ્રદર્શન થયુ જેને ઑરેન્જ રિવોલ્યુશનના નામથી ઓળખવામાં આવે છે. લોકો ફરીથી વોટ કરવાની માંગ કરી રહ્યા હતા. ત્યારબાદ પશ્ચિમના પક્ષધર વિક્ટર યુશેંકોને રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા.
2005
યૂંશેકોએ યુક્રેનને ક્રેમલિનના પ્રભાવથી બહાર લાવવાનો સંકલ્પ કર્યો અને યુક્રેનને નાટો તેમજ ઈયુમાં શામેલ કરવાની વાત કહી.
2008
નાટોએ યુક્રેનને વચન આપ્યુ કે એક દિવસ તમે અમારા ગઠબંધનનો હિસ્સો હશો.
2010
યાનુકોવિચે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તાઈમોશેંકોને હરાવ્યા.
2013
યાનુકોવિચે યુએ સાથે ટ્રેડ વાતચીતને સસ્પેન્ડ કરી, મૉસ્કો સાથે ટ્રેડ સમજૂતી કરી, જે બાદ કીવમાં મોટુ પ્રદર્શન શરુ થયુ.
2014
ઘણા પ્રદર્શનકારીઓની મોત થયા. સંસદે યાનુકોવિચને હટાવવા માટે વોટ કર્યા. ત્યારબાદ યાનુકોવિચ યુક્રેન છોડી રશિયા ભાગી ગયા. થોડા દિવસ બાદ હથિયાર બંધ લડાકોએ યુક્રેનના ક્રીમિયામાં સંસદમાં રશિયાનો ઝંડો લહેરાવ્યો. ત્યારબાદ 16 માર્ચે રશિયાએ આને રેફરેન્ડમ દ્વારા તેને રશિયામાં શામેલ કરી લીધુ.
2017
યુક્રેન અને ઈયુ વચ્ચેની ફ્રી માર્કેટ ટ્રેડની ડીલ થઈ.
2019
યુક્રેનના ઑર્થોડૉક્સ ચર્ચને અધિકૃત માન્યતા મળી, રશિયા આનાથી નારાજ થયુ.
માર્ચ 2020
યુક્રેનમાં કોરોના લૉકડાઉન લાગ્યુ.
જૂન 2020
આઈએમએફે 5 બિલિયન ડૉલરની નાણાકીય મદદ યુક્રેનને આપી.
જાન્યુઆરી 2021
યુક્રેને અમેરિકાને યુક્રેનને નાટોનો હિસ્સો બનાવવાની અપીલ કરી.
ફેબ્રુઆરી 2021
યુક્રેનની સરકારે વિપક્ષ નેતા વિક્ટર મેદવેચુક પર લગાવ્યો પ્રતિબંધ.
ઓક્ટોબર, 2021
યુક્રેને પહેલી વાર ટર્કિશ બાયરેક્ટર ટીબી 2 ડ્રોનનો ઈસ્ટર્ન યુક્રેનમાં ઉપયોગ કર્યો. રશિયા નારાજ થયુ.
નવેમ્બર, 2021
રશિયાએ યુક્રેન પાસે સેનાનો જમાવડો વધાર્યો.
7 ડિસેમ્બર, 2021
બાઈડેને રશિયાને ચેતવણી આપી, જો તેણે યુક્રેન પર હુમલો કર્યો તો આર્થિક પ્રતિબંધો લાગશે.
10 જાન્યુઆરી, 2022
યુક્રેન સાથે તણાવને ઘટાડવામાં અમેરિકા અને રશિયાના રાજનાયિકો વચ્ચે વાતચીત નિષ્ફળ થઈ.
14 જાન્યુઆરી, 2022
યુક્રેન પર સાઈબર હુમલાની ચેતવણી
17 જાન્યુઆરી, 2022
રશિયાની સેના બેલારુસ પહોંચવાની શરુ
24 જાન્યુઆરી, 2022
નાટોએ સેનાને સ્ટેન્ડબાય પર રાખી.
28 જાન્યુઆરી, 2022
પુતિને કહ્યુ કે રશિયાની મુખ્ય માંગ સુરક્ષા હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.
2 ફેબ્રુઆરી, 2022
અમેરિકાએ કહ્યુ કે તે 3000 વધુ સૈનિકોને પોલેન્ડ, રોમાનિયા મોકલશે કે જે નાટોની મદદ કરશે.
4 ફેબ્રુઆરી, 2022
પુતિનને ચીનનુ સમર્થન મળ્યુ. યુક્રેનને નાટોનો હિસ્સો ન હોવુ જોઈએ.
7 ફેબ્રુઆરી, 2022
ફ્રાંસના રાષ્ટ્રપતિને આશા હતી કે પુતિન સાથે મુલાકાત બાદ સ્થિતિ સારી થઈ શકે છે.
9 ફેબ્રુઆરી, 2022
જો બાઈડેને કહ્યુ કે યુક્રેન પર રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે. અમેરિકી લોકોને દેશ છોડવા માટે કહ્યુ.
15 ફેબ્રુઆરી, 2022
રશિયાએ કહ્યુ કે તેની અમુક સેના પાછી આવી રહી છે.
18 ફેબ્રુઆરી, 2022
અમેરિકી રાજદૂતે કહ્યુ કે રશિયાએ લગભગ 169-190 લાખ સૈનિક યુક્રેનની સીમા પાસે મોકલ્યા.
19 ફેબ્રુઆરી, 2022
રશિયાની સેનાએ પરમાણુ હથિયારોનો અભ્યાસ કર્યો.
21 ફેબ્રુઆરી, 2022
પુતિને યુક્રેનના બે ભાગોને અલગ દેશની માન્યતા આપી.
24 ફેબ્રુઆરી, 2022
રશિયાએ યુક્રેન પર સૈન્ય ઑપરેશનનુ કર્યુ એલાન.