For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Russia-Ukraine War : શું રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકશે ભારત? PM મોદીની સલાહનો ઝેલેસ્કિએ આપ્યો આવો જવાબ

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કિ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

|
Google Oneindia Gujarati News

Russia-Ukraine War : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કિ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝેલેંસ્કિ સાથે શત્રુતાનો અંત કરી વાતચી અને વ્યુહાત્મક માર્ગ પર આગળ વધવા માટે આહ્વાન કર્યું છે. જોકે, ઝેલેંસ્કિએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં તેઓ રશિયા સાથે કોઇ વાતચીત કરશે નહીં.

મંત્રણા માટે તૈયાર ન હતું રશિયા

મંત્રણા માટે તૈયાર ન હતું રશિયા

ઝેલેંસ્કીએ જણાવ્યું હતું કે, યુક્રેન હંમેશા વાટાઘાટોની તરફેણમાં રહ્યું છે, પરંતુ રશિયા મંત્રણા માટે તૈયાર નથી અને જાણીજોઈને રાજદ્વારીપ્રક્રિયાને નબળી પાડી રહ્યું છે.

આ સાથે યુક્રેનિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમે શાંતિ અને રક્ષા માટે અમારા ભાગીદારો સાથે મળીનેકામ કરવા તૈયાર છીએ.

સમર્થન માટે માન્યો વડાપ્રધાન મોદીનો આભાર

સમર્થન માટે માન્યો વડાપ્રધાન મોદીનો આભાર

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, ફોન કોલ દરમિયાન ઝેલેંસ્કીએ વડાપ્રધાન મોદીના સમર્થનમાટે તેમનો આભાર પણ માન્યો છે.

વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત કોઈપણ શાંતિ પ્રયાસોમાંસહયોગ આપવા માટે હંમેશા તૈયાર છે.

ભારતીય નેતાના નિવેદનનું મહત્વ

ભારતીય નેતાના નિવેદનનું મહત્વ

આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ, યુક્રેનના ચાર રશિયન કબ્જાવાળા પ્રદેશો - લુહાન્સ્ક, ડોનેસ્ક, ઝાપોરિઝ્ઝ્યા અને ખેરસનમાં લોકમતપર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, યુક્રેનિયન પ્રદેશો પર ગેરકાયદેસર કબ્જો કરવાનો પ્રયાસ કરવાના નિર્ણયો રદબાતલ કરવામાં આવ્યાછે અને વાસ્તવિકતા બદલતા નથી.

આ દરમિયાન ઝેલેંસ્કીએ યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ભારતના સમર્થન માટેવડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે, અને ભારતીય નેતાના તાજેતરના નિવેદનના મહત્વ પર ભાર મૂક્યો કે, હવે યુદ્ધનો સમય નથી.

બંને નેતાઓ વચ્ચે 35 મિનિટ સુધી થઈ વાતચીત

બંને નેતાઓ વચ્ચે 35 મિનિટ સુધી થઈ વાતચીત

PMO પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત થઈહતી.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત યુક્રેન સહિત પરમાણુ સ્થાપનોની સુરક્ષાને મહત્વ આપે છે.

આસાથે તેમણે એ પણ નોંધ્યું હતું કે, પરમાણુ સુવિધાઓ માટેના ખતરાથી જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે દૂરગામી અને વિનાશકપરિણામો આવી શકે છે.

English summary
Russia-Ukraine War : Can India stop the Russia-Ukraine war? Jeleski gave this answer to PM Modi's advice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X