રશિયામાં પ્લેન ક્રેશ થતા 71 યાત્રીઓની થઇ મોત

Written By:
Subscribe to Oneindia News

રશિયાની રાજધાની મોસ્કોથી પાસે એક પ્લેન ક્રેશ થતા પ્લેનમાં હાજર 65 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર સમેત કુલ 71 યાત્રીઓની મોત થઇ. મોસ્કોના દોમોદેદોવો એરપોર્ટ પર રવિવારે ટેક ઓફ પછી થોડીક જ ક્ષણમાં પ્લેન ક્રેશ થયું. રશિયાના મીડિયાનો દાવો છે કે ઘટનામાં તમામ 71 લોકોની મોત થઇ છે. રશિયાના ડોમેસ્ટિક એન્ટોનોવ એન-148 પ્લેન મોસ્કોથી ઓર્સક જઇ રહ્યું હતું ત્યારે આ ઘટના થઇ છે. આ પ્લેન રશિયાના રામાંસ્કી જિલ્લામાં ક્રેશ થયું છે. રશિયાની સમાચાર એજન્સી ઇન્ટરફેક્સે જણાવ્યું છે કે સારાટોવ એરલાઇન્સ દ્વારા સંચાલિત એક વિમાન રવિવારે મોસ્કો ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થતા 71 યાત્રીઓની ઘટના સ્થળે જ મોત થઇ છે.

plan

વધુમાં રશિયાના આપાત મંત્રાલયે પણ વિમાનના ટુકડાઓ મળી આવ્યાની વાત કરી છે. અને લોકોએ આગની લેપટમાં આવેલા વિમાનને જમીનમાં પડતું જોયું હોવાની વાત પણ જણાવી છે. માનવામાં આવે છે કે ઉડ્ડાન #6W703ની ગતિ અને ઊંચાઇ ગ્રાફ છેલ્લી મિનિટે 6200 ફિટથી 3200 ફીટ પર આવી ગયો હતો અને હવાઇ અડ્ડાથી 20 કિમી દૂર તેને સંપર્ક ગુમાવ્યો હતો. આ દુર્ધટના કયા કારણો સહ થઇ તે અંગે જાણી નથી શકાયું. બની શકે છે કે ખરાબ હવામાન કે પછી પાયલોટની કોઇ ભૂલના કારણે આવું થયું હોય. જો કે આ અંગે હાલ ત્યાંની એજન્સીઓ વિધિવત તપાસ કરી રહી છે. અને આ અંગે વધુ જાણકારી મેળવી રહી છે.

English summary
Russian plane crashes with 71 passengers on board. Read more on this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.