For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૅન્ડી બરાક ઓબામા માટે વરદાન બનશે !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

barack-obama
વોશિંગ્ટન, 31 ઑક્ટોબર: હાલમાં સૅન્ડી નામના તોફાને અમેરિકાને હચમચાવી મુક્યું છે. આ ચક્રવાતી તોફાનમાં અત્યાર સુધી 40થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. લાખો ઘર વિજળી વિહોણાં બની ગયા છે અને દેશના સમગ્ર પૂર્વોત્તર વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. હાલમાં અમેરિકામાં ઇમરજન્સી લાદવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લોકોને અપીલ કરી છે કે તે ધૈર્ય રાખે, આ સમસ્યાનો સાથે મળીને સામનો કરીશું.

ઓબામાએ પોતાના ચૂંટણી પ્રચારને અટકાવી દિધો છે અને રાહત કાર્યમાં જોડાઇ ગયા છે. ઓબામા ચૂંટણી પ્રચાર અભિયાનની કમાન ચમત્કારી નેતા બિલ ક્લિટંનને સોંપી દિધી છે કારણ કે ઓબામાએ અમેરિકાવાસીઓ માટે જે પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે તેનાથી તેમને ફાયદો પહોંચશે.

ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકાની સત્તા જ્યારે જોર્જ બુશના હાથમાં હતી ત્યારે કેટરીના નામના તોફાને તબાહી મચાવી હતી પરંતુ રાહત કાર્યોમાં મોડું અને અમેરિકાવાસીઓની તકલીફના કારણે બુશ પાસેથી અમેરિકાની સત્તા છિનવાઇ ગઇ હતી પરંતુ ઓબામાએ આ વખતે બુશવાળી ભૂલ કરી નથી જેના કારણે તેમને સામાન્ય જનતા સ્નેહ મળી રહ્યો છે અને તે ફરીથી રાષ્ટ્રપતિની રાજગાદી સંભાળી શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને ઓબામા ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી પહેલાના સર્વેક્ષણોનું માનીએ તો એવા સંકેત મળી રહ્યાં છે કે ઓબામા અને તેમના પ્રતિદ્રંદ્રી મિટ રોમની વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે. પરંતુ સૅન્ડીના પડઘમથી રોમનીને નુકસાન અને ઓબામાને ફાયદો થઇ શકે છે.

English summary
Barack Obama canceled a campaign appearance in Florida so the critics said Sandy is Boon for Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X