સાઉદી અરબઃ રૂઢિવાદી દેશે બદલ્યો કાયદો, હોટલ રૂમમાં હવે સાથે રોકાઈ શકશે મહિલા-પુરુષ
ખાડી દેશોમાં સૌથી મોટા મુસ્લિમ ગણરાજ્ય સઉદી અરબે હવે પોતાને ત્યાંની હોટલોમાં મહિલા અને પુરુષોને એક સાથે રૂમમાં રોકાવાની મંજૂરી આપી દીધી છે. સઉદી અરબે વિદેશી પર્યટકોને આકર્ષિત કરવાના હેતુથી નવો વિઝા પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. આ નવા કાર્યક્રમ દ્વારા આ દેશના બદલતા વલણની ઝલક જોવા મળી છે. તમને જણાવી દઈએ કે આ નવા વિઝા પ્રોગ્રામ પહેલા સઉદી અરબમાં એક રૂમમાં પુરુષ અને મહિલા સાથે નહોતા રોકાઈ શકતા.

અત્યાર સુધી સાબિત કરવી પડતી હતી રિલેશનશિપ
સઉદી અરબમાં અત્યાર સુધી વિદેશી મહિલા અને પુરુષ પર્યટકોને હોટલના રૂમમાં રોકાવા માટે સાબિત કરવુ પડતુ હતુ કે તે એકસાથે છે. જો તે આ સાબિત કરવામાં નિષ્ફળ રહેતા તો તેમને રૂમ નહોતો મળી શકતો. આ દેશે પોતાના વધુ એક નિયમને બદલ્યો છે. આ દેશમાં સઉદી મહિલાઓ સહિત વિદેશી મહિલાઓ પણ પોતાના માટે રૂમ બુક કરાવી શકશે. આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે અહીં મહિલાઓને પ્રવાસ કરવામાં વધુ સરળતા રહેશે. સઉદી અરબમાં લગ્ન બહાર સેક્સ પ્રતિબંધિત છે. સઉદી અરબે ગયા અઠવાડિયે 49 દેશોના પર્યટકો માટે પોતાના દરવાજા ખોલ્યા છે. દેશની સરકાર ઈચ્છે છે કે તેલ નિકાસથી અલગ અહીંની અર્થવ્યવસ્થા પર્યટનની મદદથી આગળ વધે.

સઉદી મહિલાઓ પણ બુક કરી શકશે હોટલમાં રૂમ
સઉદી કમિશન ફૉર ટુરિઝ્મ એન્ડ નેશનલ હેરીટેજ તરફથી શુક્રવારે આ વિશે અરબી ભાષાના વર્તમાનપત્ર ઓકાજને માહિતી આપવામાં આવી છે. સમાચારની પુષ્ટિ કરતા કમિશન તરફથી જણાવવામાં આવ્યુ, ‘બધા સઉદી નાગરિકોને કહેવામાં આવે છે કે કોઈ હોટલમાં ચેક ઈન કરતી વખતે તે પોતાની ફેમિલી કે પછી રિલેશનશિપ આઈડીનુ પ્રૂફ બાવે. આ વિદેશી પર્યટકો માટે જરૂરી નથી.' આમાં આગળ કહેવામાં આવ્યુ છે, ‘આ વિદેશી પર્યટકો માટે જરૂરી નથી. બધી મહિલાઓ જેમાં સઉદી પણ શામેલ છે તે હોટલમાં એકલા રોકાવા માટે રૂમ બુક કરાવી શકે છે. તેમણે ચેક-ઈનના સમયે આઈડી આપવાનુ રહેશે.'
આ પણ વાંચોઃ મૉબ લિંચિંગ સામે પીએમ મોદીના પત્ર લખનાર સામે FIR થતા શું બોલ્યા શ્યામ બેનેગલ

બુરખો ન પહેરવાની છૂટ
આ પગલા હેઠળ દેશના પર્યટકોને વધુ એક લાભ આપ્યો જ્યારે તેમણે એલાન કર્યુ કે વિદેશી મહિલાઓને બુરખો પહેરવા અને પુરુષોને માથે પાઘડી પહેરવાની જરૂર નથી. પરંતુ જે પણ કપડા પહેરવામાં આવે તે સભ્ય હોવા જોઈએ. જો કે દારુ પર પ્રતિબંધ ચાલુ છે. ઘણા દશકો સુધી સઉદી અરબે પર્યટકો માટે દરવાજા બંધ રાખ્યા હતા. અહીં વિદેશી પર્યટકો સહિત સઉદી નાગરિકોને પણ બહારની જનતા સાથે હળવા મળવા પર કડક સજા આપવામાં આવતી હતી. સાથે ઘણા પ્રકારના સોશિયલ કોડ્સ બનાવવામાં આવ્યા જેનુ પાલન કરવુ જરૂરી હતુ.

એમબીએસની પહેલ પર નવુ એલાન
ઑથોરિટીઝનો હેતુ વર્ષ 2030 સુધી પર્યટકોની સંખ્યાને 100 મિલિયન કરવાનો છે. વળી, એ પણ માનવામાં આવી રહ્યુ છે કે પર્યટકોના આવવાથી આ દેશની અમુક પરંપરાઓ પર ખતરો વધી શકે છે. આના કાકરણે રૂઢિવાદી સમાજના એક જૂથનો વિરોધ પણ ઝેલવો પડી શકે છે. ગયા વર્ષે દેશમાં મહિલાઓના ડ્રાઈવિંગ પર લાગેલા પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે. સાથે જ આ વર્ષે ઓગસ્ટમાં મહિલાઓને વિદેશ ફરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યુ છે કે આ ફેરફાર મોહમ્મદ બિન સલમાન (એમબીએસ) જે ક્રાઉન પ્રિન્સ છે તેમની પહેલ પર થઈ રહ્યુ છે.