For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદી મહિલા એરપોર્ટ પર અટકાવાઈ બોલી, દેશમાં પાછી મોકલી તો પરિવાર મારી નાખશે

બેંગકોક એરપોર્ટ પર સાઉદી અરબની એક મહિલાને ઓથોરિટીઝે રોકી લીધી છે. પરંતુ હવે આ મહિલાનું કહેવુ છે કે જો તેને તેના દેશ પાછી મોકલવામાં આવી તો પછી તેની હત્યા થઈ જશે.

|
Google Oneindia Gujarati News

બેંગકોક એરપોર્ટ પર સાઉદી અરબની એક મહિલાને ઓથોરિટીઝે રોકી લીધી છે. પરંતુ હવે આ મહિલાનું કહેવુ છે કે જો તેને તેના દેશ પાછી મોકલવામાં આવી તો પછી તેની હત્યા થઈ જશે. આ મહિલાની ઉંમર 18 વર્ષ જણાવવામાં આવી રહી છે અને તેને રવિવારે દેશમાં દાખલ થવાથી રોકી લેવામાં આવી. મહિલાનું નામ રહાફ મોહમ્મદ એલ અલ્કુનન જણાવવામાં આવી રહ્યુ છે. જર્નાલિસ્ટ જમાલ ખાગોશીની હત્યા માટે સઉદી અરબ પર કડક મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. આ મોનિટરીંગનું જ પરિણામ છે કે આ રહાફને દેશમાં દાખલ થવાથી રોકી લેવામાં આવી અને તેને તેના દેશમાં પાછી મોકલવાની કોશિશ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ખાગોશીની ટર્કીના ઈસ્તંબુલ સ્થિત સઉદી કોન્સ્યુલેટમાં નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદથી માનવાધિકારોના હનન પર સઉદી અરબની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે.

rahaf

વાળ કપાવવાને કારણે 6 મહિના સુધી રૂમમાં રહી બંધ

રહાફે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યુ કે તેને સઉદી અને કુવેતી અધિકારીઓએ રોકી હતી. રહાફ જેવી સુવર્ણભૂમિ એરપોર્ટ પહોંચી તેની પાસેથી જબરદસ્તી ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવ્યા. હ્યુમન રાઈટ્સ વૉચ તરફછી એ વાતનો દાવો કરવામાં આવ્યો છે. રહાફે એએફપીને જણાવ્યુ, 'તેમણે મારો પાસપોર્ટ લઈ લીધો.' ત્યારબાદ રહાફે કહ્યુ કે તેમના પુરુષ વકીલ તરફથી જણાવવામાં આવ્યુ છે કે રહાફ તેમની મરજી વિના ટ્રાવેલ કરી રહી હતી. રહાફે કહ્યુ છે કે તે પોતાના પરિવારથી બચી રહી છે જે તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી રહ્યો છે. રહાફે જણાવ્યુ કે મારો પરિવાર ઘણો કડક છે અને મને માત્ર વાળ કાપવાના કારણે 6 મહિના સુધી રૂમમાં બંધ કરીને રાખવામાં આવી હતી. રહાફે એ પણ કહ્યુ કે જો તેને પાછી મોકલવામાં આવી તે તેને જેલમાં નાખી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ નાગરિકતા બિલ પાસ ન થયુ તો ઝીણા પાસે જતુ રહેશે આસામઃ ભાજપ મંત્રીઆ પણ વાંચોઃ નાગરિકતા બિલ પાસ ન થયુ તો ઝીણા પાસે જતુ રહેશે આસામઃ ભાજપ મંત્રી

English summary
Saudi woman held back at Bangkok airport said she would be killed if sent back to her country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X