કોરોના વચ્ચે અમેરિકી વૈજ્ઞાનિકોની એલર્ટ, મંગળવારથી દેખાશે ‘કુદરતી આફત'નો વધુ એક દોર
આખી દુનિયા અત્યારે કોરોના વાયરસની માર સહન કરી રહી છે અને આ સાથે સાથે કુદરતી આફતે ઘણા દેશોની ચિંતા વધારી દીધી છે. અમેરિકા પણ અત્યારે મુશ્કેલીના સૌથી ખતરનાક દેશો સામે ઝઝૂમી રહ્યુ છે. કોરોના વાયરસ જ્યાં અત્યાર સુધી અમેરિકામાં 50 હજારથી પણ વધુ લોકોનો જીવ લઈ ચૂક્યુ છે. ત્યાં ત્રણ દિવસ પહેલા આવેલા તોફાને પણ અહીં ઘણો વિનાશ વરેયો છે. અને સાત લોકોના જીવ જતા રહ્યા છે. હવે એક વાર ફરીથી અમેરિકા પર કુદરતી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ દક્ષિણ અમેરિકા અને મિડવેસ્ટમાં ફરીથી ભયંકર તોફાનની ચેતવણી જારી કરી છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આ વિસ્તારોમાં બીજા વાર પહેલાથી પણ વધુ ગંભીર એક નવા તોફાનની પરિસ્થિતિ બની રહી છે.

મંગળવારથી ઘણા વિસ્તારોમાં તોફાન
ધ વેધર ચેનલના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિકોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે મધ્ય અમેરિકામાં હવામાનની આ નવી સિસ્ટમ મંગળવારથી પોતાની ગતિ પકડશે અનેત્યારબાદ મેક્સિકોની ખાડીમાંથી ઉત્તર તરફ આગળ વધતા ભેજને ખેંચવાનુ શરૂ કરી શકશે. પરિણામ સ્વરૂપ મંગળવાર અને મંગળવારની રાતે મિસિસિપી ઘાટીથી દક્ષિણી મેદાનોમાં ભારે વરસાદ અને તોફાનની ગતિવિધિઓ વધશે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પણ અમેરિકાના ઘણા વિસ્તારોમાં તોફાને ઘણુ નુકશાન પહોંચાડ્યુ હતુ.

ભારે પવન, ભારે કરાવૃષ્ટિ અને તોફાનનો ખતરો
રિપોર્ટ અનુસાર ઝડપી પવન અને ભયાનક આંધી-તોફાનનો સૌથી મોટો ખતરો મિસૌરીના અમુક ભાગોમાં દક્ષિણપૂર્વી કેન્સાસ, પૂર્વી ઓક્લાહોમા, ઉત્તરી તેમજ પૂર્વી ટેકસાસ, અર્કાંસસ અને ઉત્તરી લુઈસિયાના તરફ તારોમાં ધવીનુ છે. આ વિસ્તારોમાં ભારે પવન, ભારે કરા વૃષ્ટિ અને તોફાનનો પણ સામનો કર પડી શકે છે. આ ઉપરાંત બુધવારે નિમ્ન દબાણની સિસ્ટમ પૂર્વ તરફ વધવી શરૂ થશે. આ દરમિયાન મિડવેસ્ટના અમુક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે જ્યારે દક્ષિણ અમેરિકાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ઘણી ઝડપી રહી શકે છે તોફાનની ગતિ
અમેરિકાના હવામાન વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે દક્ષિણના અમુક ભાગોમાં બુધવારે પણ ભારે તોફાન ચાલુ રહી શકે છે પરંતુ ની તીવ્રતા કેટલી રહેશે એ વિશે હજુ કંઈ ન કહી શકાય. આ સાથે જ દક્ષિણ પૂર્વના ભાગોમાં મુખ્ય રીતે ફ્લોરિડા અને તટીય વિસ્તારોમાં વરસાદ ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાનની આ સિસ્ટમમાં ઘણો ભેજ હશે જેના કારણે મંગળવારથી લઈને ગુરુવાર સુધી મિસિસિપી ઘાટી અને મેડિવેસ્ટમાં જોરદાર વરસાદ જોવા મળશે.

અમુક ભાગોમાં પૂરી સભાવના
વરસાદ અને તોફાનની સાથે સાથે અમેરિકાના અમુકબ ભાગોમાં પૂરનુ જોખમ પણ વધી ગયુ છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ભારે વરસાદના અણસાર છે અને માટીમાં ભેજની માત્રા સરેરાશથી વધુ છે. આની સીધો અર્થ એ છે કે અત્યારે જમીન સામાન્યની અપેક્ષાએ વધુ ભીની છે. ખાસ કરીને પૂર્વી ઓક્લાહોમાથી લઈને જૉર્જીયા અને કેરોલિનાસના અમુક ભાગોમાં. આના કારણે આ વિસ્તારોના અમુક ભાગોમા પૂરની સંભાવના છે.

વરસાદના કારણે વધશે નદીઓનુ જળસ્તર
અમેરિકી હવામાન વૈ5નિકોનુ કહેવુ છે કે વરસાદના કારણે મિસીસીપી નદી સાથે સાથે અન્ય નદીઓનુ જળસ્તર પણ વધી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ખાડી તટ પાસેના અમુક વિસ્તારો જે અત્યારે સૂકી સ્થિતિ સામે ઝઝીમૂ રહ્યા છે ત્યાં પણ વરસાદ જા મળી શકે છે પરંતુ સપ્તાહની વચ્ચે વરસાદ મિડવેસ્ટથી ઉત્તર તરફ જોવા મળશે.
આ પણ વાંચોઃ કોવિડ-19: દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1,396 નવા કેસ, કુલ સંખ્યા 27 હજારને પાર