For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિલિકોન વેલીના જાણીતા CEOએ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ શું કહ્યું

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાના વિદેશ પ્રવાસ પર હતા. જે તેમણે કેલિફોર્નિયામાં આવેલ સિલિકોન વેલીની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત મીડિયામાં પણ મોટા પ્રમાણમાં કવર કરવામાં આવી હતી. અને તેમની આ મુલાકાત દરમિયાન તે ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી જાણીતી કંપના હેડક્વાટરની મુલાકાત લઇને ત્યાંના મલ્ટીમિલેનિયર સીઇઓને પણ મળ્યા હતા.

આ ઉપરાંત મોદી અમેરિકાની પ્રમુખ કંપનીના સીઇઓ સાથે પણ ખાસ મુલાકાત લીધી હતી. અને ફોર્ચ્યૂન કબલ 500ના સભ્યો સાથે પણ ડિનર લઇને તેમણે ભારતમાં રોકાણ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફરી ચૂક્યા છે.

ત્યારે આ લેખ દ્વારા અમે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આ જાણીતી કંપનીના મલ્ટીમિલેનિયર સીઇઓને કેવું લાગ્યું. નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમણે મોદી વિષે શું કહ્યું તે જાણો નીચેના આ વિસ્તૃત અહેવાલમાં.

નાસકોમના ચેરમેન મોહન રેડ્ડી

નાસકોમના ચેરમેન મોહન રેડ્ડી

નાસકોમના ચેરમેન મોહન રેડ્ડીએ અમેરિકામાં મોદીને મળ્યા બાદ કહ્યું કે મોદી એક પ્રખર વક્તા છે. અને તે તેમની બોડી લેંગ્વેઝ અને જેસ્ટરનો સારો ઉપયોગ કરી લે છે. વળી તેમણે મોદીની સ્ટેજ પ્રેઝન્સના પણ વખાણ કર્યા.

ગૂગલના એમડી, રાજન આનંદન

ગૂગલના એમડી, રાજન આનંદન

ગૂગલના એમડી રાજન આનંદન કહ્યું કે ખબર નહીં મોદી શું ખાય-પીવે છે. તે શક્તિનો ભંડાર છે. સુંદર પિચાઇ સાથે મોદીને મળેલા રાજન તો એ હદે મોદીની એનર્જીથી પ્રભાવિત થઇ ગયા કે તેમણે ખરેખર મોદી શું ખાય છે તે જાણવા માટે તત્પરતા બતાવી. વળી રાજન કહ્યું ધણીવાર રાજકીય નેતાને મળવું બોરિંગ બની જતું હોય છે પણ મોદીને મળતી વખતે તમને એક બગાસું કે થોડા પણ કંટાળો ના આવ્યો.

નાસકોમના પ્રમુખ, આર.ચંદ્રશેખર

નાસકોમના પ્રમુખ, આર.ચંદ્રશેખર

મોદીની યાદશક્તિના વખાણ કરવા જ રહ્યા તેવું કહેવું હતું નાસકોમના પ્રમુખ આર. ચંદ્રશેખરનું. તેમણે જણાવ્યુ કે અમેરિકા પહેલા તે ભારતમાં તેમની કંપનીના 25 લોકોની ગ્રુપ સાથે તેમને મળ્યા હતા. તેમ છતાં તે જ્યારે મને અહીં મળ્યા ત્યારે ઓળખી ગયા અને તેમણે કહ્યું પણ ખરા કે આપણે પહેલા મળ્યા હતા.

મોઇક્રોસોફ્ટ, સત્ય નાડેલ

મોઇક્રોસોફ્ટ, સત્ય નાડેલ

મોઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાડેલ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ સારી રીતે ખબર છે કે ટેકનોલોજી કેટલું પાવરફૂલ ટૂલ છે. અને તેમનું વિઝન પર તે વાતને કેન્દ્રિત છે.

પોલ જેકોબ્સ, ક્વાલકોમ

પોલ જેકોબ્સ, ક્વાલકોમ

મોદીના ડિઝિટલ ઇન્ડિયાના વિઝનથી અમે બધા જ ઉત્સાહિ અને પ્રેરિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ખરેખરમાં સાચી દિશામાં વિકાસ કરી રહ્યું છે.

જ્હોન ચેમ્બર્સ, સિસ્કો સિસ્ટમ

જ્હોન ચેમ્બર્સ, સિસ્કો સિસ્ટમ

સિસ્કો સિસ્ટમના જ્હોન ચેમ્બર્સનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વિકાસની કથાના અદ્ધભૂત રાજદૂત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાને બદલી દેશે. તેમની પાસે ગ્લોબલ વિઝન છે. અને તે ગ્લોબલ ટ્રેન્ડને સમજે છે. યુએસ અને ભારતના સંબંધો આટલા મજબૂત થયા છે તે પાછળ મોદીનું નેતૃત્વ જવાબદાર છે.

રીડ હોફમેન, લીકડીનના કોફાઉન્ડર

રીડ હોફમેન, લીકડીનના કોફાઉન્ડર

લીકડીનના કોફાઉન્ડર રીડ હોફમેનનું કહેવું છે કે તે ટેકનોલોજીની શક્તિને સારી રીતે સમજી છે જે ખરેખરમાં પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે મોદી એક ગ્લોબલ લીડર છે. અને સૌથી સારી વાત એ છે કે તે અન્ય લોકશાહીના શાસકોની જેમ ટેકનોલોજીને સરકારી રીતે કંન્ટ્રોલ કરવા નથી માંગતા.

English summary
See What Top CEO Said about India after meeting Narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X