બ્રિટનના ગે સાંસદની યુવકો સાથે રેપ કેસમાં ધરપકડ

55 વર્ષના ડેપ્યુટી સ્પિકર ઇવાન્સ પર યૌન ઉત્પીડનના આરોપ ત્યારથી જોડાયેલા હતા, જ્યારે તેમને સ્પીકરની ખુરશી પર બેસીને મહત્વની ચર્ચાઓના સાક્ષી બન્યા હતા. કંજરવેટિવ પાર્ટીના સાંસદ નિગેલ ઇવાન્સને કાલે લંકાશાયર પોલીસ મથકે લઇ જઇ પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દળે ઇવાન્સના લંડન તથા પેંડલટન સ્થિત બંને આવાસો પર પુરાવા શોધવામાં લાગેલી છે. જો કે તેમને જામીન પર છોડી મુકવામાં આવ્યાં છે પરંતુ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
જામીન પર છૂટ્યા બાદ તેમને કહ્યું હતું કે તેમના પર આરોપ લગાવવામાં આવ્યાં છે તે ખોટા છે. ઇવાન્સનું કહેવું છે કે તેમને પોતાને ખબર નથી કે તેમના પર આરોપો કેમ લગાવવામાં આવ્યાં છે. તો બીજી તરફ આ વાતની સૂચના સ્પીકર અને બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂનને આપવામાં આવી હતી. ઇવાન્સ ગે છે અને 2010માં તે સમલૈગિંક હોવાની જાણ થઇ હતી. હવે તેમના પર બે યુવકો સાથે બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
