For Quick Alerts
For Daily Alerts
કરાચીમાં ધાર્મિક નેતા પર હુમલા બાદ હિંસામાં 7ના મોત
કરાચી, 26 ડિસેમ્બર: પાકિસ્તાનના કરાચીમાં એક પ્રતિષ્ઠિત ધાર્મિક નેતા પર થયેલા જીવલેણ હુમલાના કારણે શહેરમાં મંગળવારે હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં વધુ ત્રણ લોકોના મોત થયા છે. હુમલામાં ધાર્મિક નેતા મૌલાના ઔરંગજેબ ફારૂકી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફારૂકી પર ગીચ વસ્તીવાળા ગુલશન-એ-ઇકબાલ વિસ્તારમાં મોટરસાઇકલ પર સવાર અજાણ્યા બંધૂકધારીઓએ હુમલો કર્યો. આ હુમલામાં ફારૂકી ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. આ ગોળીબારીમાં ફારૂકીના ડ્રાઇવર અને અન્ય ત્રણ સુરક્ષા ગાર્ડોના મૃત્યુ થયા હતા. ધાર્મિક નેતા પર હુમલાની વાત શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ત્યારબાદ થોડી જ ક્ષણોમાં શહેરમાં પણ ગોળીબાર અને હિંસા ચાલુ થઇ ગઇ.
હથિયારધારીઓએ શહેરમાં સામાન્ય જનજીવનને અસ્ત વ્યસ્ત કરી દીધું. ગોળીબારીમાં એક રાહગીર અને એક પોલીસ જવાનના પુત્રનું પણ મોત થયું હતું. કેટલાક થોડા સમયથી કરાંચીમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી થયેલી અલગ અલગ હિંસામાં મરનારાઓની સંખ્યા 26 સુધી પહોંચી છે. પોલીસ હિંસાને રોકવામાં અસમર્થ સાબિત થઇ રહી છે.