• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાવધાન! આવ્યો એઇડ્સથી પણ ખતરનાખ વાઇરસ 'સેક્સ સુપરબગ'

|

હવાઇ, 7 મે: જો આપ સુરક્ષિત સેક્સને લઇને ગંભીર નથી તો એ તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. હવાઇમાં 'સેક્સ સુપરબગ'ના બે મામલા સામે આવ્યા છે જેમાં દુનિયાભરના ડોક્ટરોને મોતની ઘંટડી સંભળાઇ રહી છે. હવાઇના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ સુપરબગ એઇડ્સ ફેલાવનારા વાયરસ એચઆઇવી કરતા પણ ખતરનાક છે અને અને તેનાથી બચવું અશક્ય છે.

હવાઇના સ્વાસ્થ્ય વિભાગે આ જીવલેણ સુપરબગને રોકવા માટે નવા એન્ટીબાયોટિક શોધવા માટે સરકાર પાસે 54 મિલિયન ડોલરની રકમની માંગ કરી છે. મોટા ડોક્ટરોની માનીએ તો આ સુપરબગ પર કોઇ દવાની અસર નથી થતી. ડોક્ટરોએ જણાવ્યું કે સેક્સ સુપરબગને ગોનોરિયા અથવા H041ના નામથી પણ ઓળખાય છે.

hiv
આ સુપરબગની ખોજ જાપાનમાં 2011માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ હવાઇમાં ફેલાયો અને હવે કેલિફોર્નિયા અને નોર્વેમાં પણ તેનો ભય વર્તાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવાઇમાં સેક્સ સુપરબગનો પહેલો કેસ મે 2011માં એક યુવતીમાં મળી આવ્યો હતો. ડોક્ટરોએ આખા હવાઇમાં એડવાઇઝરી કર્યું છે કે આ સુપરબગથી ખાસપ્રકારે સાવધાન રહે.

ડોક્ટરોએ સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે આ વાયરસને એચઆઇવીથી ઓછું ના આકવામાં આવે. ડોક્ટરોનું કહેવું છે કે તેના બેક્ટેરિયા વધારે આક્રમક હોય છે. આ ઝડપથી ફેલાય છે અને ઓછા સમયમાં જ પોતાનો અસર બતાવે છે. જોકે હજી સુધી H041 ના કારણે કોઇનું મોત થયું હોય તેવો કિસ્સો સામે આવ્યો નથી.

વિશ્લેષકોનું કહેવું છે કે આનાથી બચવા માટે સૌથી સરળ રસ્તો તેની જાણકારી અને તેનાથી સંક્રમિત થતા બચવું જ છે. તેનાથી બચવા માટે લોકોને હંમેશા સેફ સેક્સ કરવું જોઇએ હવાઇમાં કોઇને પણ નવા સંબંધ બનાવતા પહેલા પોતાના પાર્ટનરનું ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

English summary
At least two cases of a resistant strain of gonorrhoea have hit Hawaii and now spreading in other countries. The strains are called the 'sex superbug' which is deadlier than AIDS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more