For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોન માટે મળશે 'માઇક્રો બ્રેક', તો કામ થશે વધુ સારું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

office-600
વોશિંગ્ટન, 9 જૂલાઇ: શું તમે ઓફિસમાં આઠ કલાક કામમાં ડૂબ્યા રહો છે? તો પછી સમય કાઢો અને થોડો સમય તમારા સ્માર્ટફોન સાથે વિતાવો. આ તમને કામમાંથી થોડી રાહ જ નહી આપે પરંતુ તમારી સંસ્થા માટે પણ ફાયદાકારક નિવડશે. જી હાં. એક રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે ઓફિસમાં કામની વચ્ચે તમારા સ્માર્ટફોનની સાથે 'માઇક્રો બ્રેક' લેવો ફાયદાકારક સાબિત થાય છે.

મોટાભાગે ઘણા લોકો એમ વિચારે છે કે મોબાઇલ પર ગેમ રમવી અથવા મિત્રો સાથે ચેટ કરવું સમયની બરબાદી છે. પરંતુ અમેરિકાના કેન્સાસમાં થયેલા આ રિસર્ચ અનુસાર સ્માર્ટફોનની સાથે થોડો સમય વિતાવવો કામમાં અડચણ ઉભી કરતો નથી પરંતુ તમારા કામ અને વિચારસણીને વધુ તેજ કરી શકે છે. કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર સોઇયોલ કિમના અનુસાર પોતાના કર્મચારીઓને કામ દરમિયાન 'માઇક્રો બ્રેક' આપવો બિઝનેસની રીતે યોગ્ય છે.

કિમે 72 લોકોના આધાર પર આ રિસર્ચ કર્યું અને જાણવા મળ્યું કે કેટલાક કર્મચારી જે આઠ કલાકમાં ફક્ત 20 થી 25 મિનિટ પોતાના સ્માર્ટફોન પર ગેમ રમે છે અથવા મિત્રો સાથે ચેટ કરીને પસાર કરે છે, તે કર્મચારી દિવસના અંતે વધુ ખુશ અને ફ્રેશ રહે છે.

તેમણે કહ્યું કે વધુ સમય સુધી મોબાઇલ પર વ્યસ્ત રહેવું સંસ્થા માટે નુકસાનનો સોદો બની શકે છે, પરંતુ બે-ચાર મિનિટનો બ્રેક વ્યક્તિના મગજને ફ્રેશ કરવામાં મદદ કરે છે. જેથી તે વધુ સારી રીતે વિચારવામાં સમક્ષ થઇ જાય છે. આ બ્રેક એક રિફ્રેશમેંટ તરીકે હોય છે.

જો કે, જો તમે વધુ સારું કામ કરવા માંગો છો અને દિવસ દરમિયાન ખુશ રહેવા માંગો છો તો તમારો સ્માર્ટફોન નિકાળો અને થોડો સમય તેને પણ આપો. આ તમારી સાથે-સાથે તમારી સંસ્થા માટે પણ ફાયદાકારક સાબિત થશે.

English summary
Want to be more productive and happier during the workday? Try taking a short break to text a friend, play Angry Birds or check Facebook on your smartphone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X