• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરે પાછી પહોંચી અપહ્રત કરાયેલ સિખ યુવતી, ધર્મ પરિવર્તન કરાવી કર્યા હતા નિકાહ

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના લાહોરના નનકાના સાહિબ વિસ્તારમાં એક સિખ યુવતીનુ બળજબરીથી બંદૂકની અણીએ ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ સામે આવ્યો છે. યુવતી ઘણા દિવસોથી ગાયબ હતી. આજે તેને ઘરે પાછી મોકલી દેવામાં આવી છે અને પોલિસે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી છે. માહિતી મુજબ યુવતીની ઉંમર 19 વર્ષ છે અને તેનુ નામ જગજીત કૌર છે. તેના પિતા ભગવાન સિંહ ગુરુદ્વારા તંબૂ સાહિબમાં ગ્રંથી છે. જગજીતને બંદૂકની અણીએ ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો. જગજીત કૌરના પરિવારને કહ્યુ હતુ, 'જો દીકરીને ન છોડવામાં આવી તો તે પંજાબ ગવર્નર હાઉસ સામે આત્મદાહ કરશે.' આ પહેલા પંજાબના ગવર્નર મોહમ્મદ સરવરે જગજીત કૌરના પિતા સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે પરિવારે પાક પીએમ ઈમરાન ખાન અને ચીફ જસ્ટીસ ઑફ પાકિસ્તાન આસિફ સઈદ ખોસાને પોતાની દીકરીની સુરક્ષિત પાછી આવે તે માટે મદદ માંગી હતી.

તપાસના આદેશ

તપાસના આદેશ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકારે એક સિખ યુવતીના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવાના સમાચારોની તપાસનો આદેશ આપ્યા હતા. પાકિસ્તાનના શ્રી નનકાના સાહિબમાં સિખ યુવતીનું અપહરણ કરીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા પર તેના પરિવારે પાકિસ્તાન સરકારની મદદ માંગી હતી. આ કેસમાં તપાસ માટે પાક પંજાબના કાયદામંત્રી રાજા બશારતની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી. ભારતે આ ઘટના પર વિરોધ વ્યક્ત કરાવ્યો. પરિજને પોલિસને કરેલી ફરિયાદમાં જણાવ્યુ કે 27 ઓગસ્ટની રાતે અમુક હથિયારબંધ લોકો ઘરમાં ઘૂસ્યા અને બંદૂકની અણીએ યુવતીને બંધક બનાવીને લઈ ગયા. પહેલા તેનુ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યુ ત્યારબાદ તેની સાથે નિકાહ કરવામાં આવ્યા. આ તરફ પંજાબના ગવર્નર મોહમ્મદ સરવરે આજે ધર્મ બદલીને ઈસ્લામ અપનાવાર છોકરીના પિતા સાથે મુલાકાત કરી.

ત્વરિત હસ્તક્ષેપ કરવાની માંગ

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પાકિસ્તાનમાં એક સિખ યુવતીના અપહરણ કરીને તેને બળજબરીથી ઈસ્લામમાં ધર્માન્તરિત કરવાના સમાચારો પર શુક્રવારે નિરાશા વ્યક્ત કરી અને આ કેસમાં ભારત તથા પાકિસ્તાનની સરકારોને ત્વરિત હસ્તક્ષેપ કરવાની માંગ કરી. સિંહે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને આ ઘટના માટે જવાબદારી લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે વિદેશ મંત્રી એસ જયશંકરને આગ્રહ કર્યો કે તે ઈસ્લામાબાદમાં પોતાના સમકક્ષ સાથે આ મુદ્દો ઉઠાવે. તેમણે એક નિવેદનમાં કહ્યુ કે ધર્મ અંગત બાબત છે અને આ રીતે બળજબરીથી ધર્મ પરિવર્તનનું કોઈ પણ સમાજમાં કોઈ સ્થાન નથી.

આ પણ વાંચોઃ નૃપેન્દ્ર મિશ્રા બનાવવામાં આવી શકે છે જમ્મુ કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલઆ પણ વાંચોઃ નૃપેન્દ્ર મિશ્રા બનાવવામાં આવી શકે છે જમ્મુ કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ

ઘટનાને શરમજનક ગણાવી

કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે આ ઘટનાને શરમજનક ગણાવી અને કહ્યુ કે સિખ સમાજ દુનિયાને બતાવશે કે પાકિસ્તાન લઘુમતીઓ સાથે શું કરી રહ્યુ છે. ભટિન્ડાના સાંસદે કહ્યુ, આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા પંજાબના મુખ્યમંત્રીને કહ્યુ કે સિખ યુવતીને ન્યાય અપાવવા ખાન પર દબાણ કરવા માટે તેમણે પોતાની પાર્ટીના ધારાસભ્યોનો ઉપયોગ કરવો જોઈએ જે પાકિસ્તાની પ્રધાનમંત્રીના મિત્ર છે.

શું છે મામલો

શું છે મામલો

લાહોરથી એક સિખ ગ્રંથીની દીકરીને કથિત રીતે બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવવાનો કેસ સામે આવ્યો છે. તેને નનકાના સાહિબ વિસ્તારમાં એક મુસ્લિમ શખ્શ સાથે બળજબરીથી નિકાહ પણ કરવામાં આવ્યા. યુવતી ઘણા દિવસોથી ગાયબ હતી. તેની ઉંમર 19 વર્ષ છે અને તેનુ નામ જગજીત કૌર છે. તેના પિતા ભગવાન સિંહ ગુરુદ્વારા તંબૂ સાહિબમાં ગ્રંથી છે. જગજીતને બંદૂકની અણીએ ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો.

English summary
Sikh girl who was allegedly abducted and converted to Islam in Pakistan, has been sent to her parents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X