• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલીવાર વિશ્વએ જોયો બર્લુસ્કોનીની 'અય્યાશીનો અડ્ડો'

|
berlusconi
નાની ઉમરની કોલગર્લ્સ સાથે ઇટલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોની વિરુદ્ધ ત્યાંની કોર્ટમાં ઘણા મામલાઓની સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન બર્લુસ્કોનીએ સુનાવણી પૂર્ણ થઇ તેના એક દિવસ પહેલા મિલાન સ્થિત પોતાની હવેલીના બેસમેન્ટના એ રુમોની તસવીરો પહેલીવાર રજૂ કરી જે અંગે એવું કહેવામાં આવે છે કે, રંગીન મિજાજ સિલ્વિયો બર્લુસ્કોની અહીં પોતાની ગર્લફ્રેન્ડ્સ સાથે બુંગા-બુંગા પાર્ટી મનાવતા હતા.

ટીવીમાં રૂમ દર્શાવતા બર્લુસ્કોનીએ કહ્યું છેકે અહીં થનારી મોડી રાત્રીની પાર્ટીઓ માત્ર મનોરંજન માટે કરવામાં આવતી હતી. લોકોનું કહેવું છે કે અહીં આવીને પાર્ટી કરનારી ડઝનેક યુવતીઓ નનના ડ્રેસમાં આવતી હતી. આ પાર્ટીઓના ચક્કરમાં બર્લુસ્કોનીને વિશ્વભરમાં ઘણી બદનામી સહન કરવી પડી છે. તેમને તેની કિમત તેમની રાજકીય લોકપ્રિયતાથી ચુકાવી પડી છે.

ઇટલાની પીએમ બર્લુસ્કોની પર આરોપ છે કે તેમણે તેમની એક ગર્લફ્રેન્ડ મોરક્કન ડાન્સર કરીમા એક મહરોગને સંબંધ બનાવવાના બદલામાં ઘણા રૂપિયા આપ્યા હતા. મુશ્કેલી એ છે કે મહરોગની ઉમર માત્ર 17 વર્ષ જ હતી. અનેક સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા બર્લુસ્કોની પર એ પણ આરોપ છે કે તેમણે એક મામલામાં ધરપકડ થયેલ કરીમાને પોતાના પ્રભાવનો દુરુપયોગ કરીને પોલીસ કસ્ટડીમાંથી છોડાવ્યો પણ હતો. તેમના પર જો આરોપ સાબિત થઇ જાય છે તો તેમને વધુમાં વધુ 15 વર્ષ સુધીની સજા થઇ શકે છે.

ટીવી પર ઓન એર થયેલા બે કલાકની ડોક્યુમેન્ટ્રીમાં એ બેસમેન્ટના ઘણા સત્ય સામે આવ્યા છે.30 મહેમાનો માટે ડાઇનિં ટેબલ, પોન્ટિંગ્સ, ડિનર બાદ બુંગા-બુંગા પાર્ટી માટે રૂમો, મિની સિનેમાઘર, ડાન્સ માટે રિઝર્વ રૂમો, પીવા માટેની તમામ સુવિધા સ્પષ્ટ જોવા મળે છે. બીજી તરફ બર્લુસ્કોનીની રાજકિય પાર્ટીના લોકો પણ તેમા જોવા મળી રહે છે. ત્યારબાદ પણ બર્લુસ્કોનીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે કોઇના પણ કપડાં ઉતાર્યા નથી. તેમનું કહેવું છે કે તે એવું કઇપણ નથી કરતા જેના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે.

English summary
Italy is to be given its first ever glimpse inside the notorious villa said to have played host to dozens of debauched late night parties with stripping showgirls and dancers dressed as nuns. 

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more