For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લુપ્ત પ્રજાતિના વાંદરાને મારીને ખાવાના આરોપમાં 6 લોકોની ધરપકડ

વિયેતનામમાં લુપ્ત થઇ રહેલી પ્રજાતિના વાંદરાને મારી ખાવાના આરોપમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

વિયેતનામમાં લુપ્ત થઇ રહેલી પ્રજાતિના વાંદરાને મારી ખાવાના આરોપમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખરેખર આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જયારે સોશ્યિલ મીડિયા પર આ ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું. વીડિયો જોયા પછી પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે વિયેતનામમાં દુર્લભ અને લુપ્ત થઇ રહેલી પ્રજાતિઓની તસ્કરી ખુબ જ ઝડપથી થઇ રહી છે.

monkey

જાનવરોની તસ્કરી પાછળ એવું તર્ક આપવામાં આવી રહ્યું છે કે અહીંના લોકો હજુ પણ ઔષધીય ઉપચારમાં વિશ્વાસ રાખે છે. વિયેતનામમાં રોક લગાવ્યા પછી પણ જાનવરોની તસ્કરી થઇ રહી છે. પરંતુ આવો મામલો પહેલા ક્યારેય પણ સામે નથી આવ્યો, જેમાં જીવની હત્યા કરીને તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હોય. ધરપકડ કરવામાં આવેલા 6 લોકોની ઉમર 35 થી 59 વર્ષની વચ્ચે છે. આ લોકોએ 17 નવેમ્બરે એક લંગૂરને માર્યું અને ત્યારપછી તેને ખાતો વીડિયો ફેસબૂક પર લાઈવ કર્યો.

આ પણ વાંચો: રાતના ત્રીજા પહોરને કેમ કહે છે 'મોતનો સમય', જાણો આ રહસ્યનું સત્ય

વીડિયોના આધારે પોલીસે ઘટનામાં શામિલ બધા જ 6 લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે તેમની ઓળખ કરવામાં ઘણી પરેશાની પણ થઇ હતી. પોલીસે આ આરોપીઓ પર લુપ્ત થઇ રહેલા વન્ય જીવ સંરક્ષણનો મામલો નોંધ્યો છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે એક આરોપીએ વાંદરાને મારવા માટે 49 ડોલરમાં એક હન્ટર ખરીદ્યું હતું. આપને જણાવી દઈએ કે પાંદડા ખાતા વાંદરાની ગણતરી દુનિયાના લુપ્ત થઇ રહેલા જાનવરોમાં થાય છે. એટલું જ નહીં પરંતુ આ પ્રજાતિના વાંદરા ફક્ત વિયેતનામના ઉતરી ભાગમાં મળી આવે છે.

આ પણ વાંચો: શુભ માનીને ચડાવાય છે બલિ, જાણો ઘુવડ અંગેના રસપ્રદ તથ્યો

English summary
Six men were arrested in central Vietnam for killing and eating an endangered monkey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X