ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો, સ્નેપ ચેટે પણ લગાવ્યો કાયમી પ્રતિબંધ
Donald Trump Snapchat: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ નેટવર્કિંગ સાઈટ તરફથી વધુ એક મોટો ઝટકો મળ્યો છે. સ્નેપચેટે પણ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને પરમેનેન્ટ બેન કરી દીધુ છે. (Snapchat terminate Trump account) અમેરિકી સંસદ ભવન (કેપિટલ બિલ્ડિંગ)માં થયેલી હિંસાને ઉકસાવવાનો આરોપ લગાવીને સ્નેપચેટે કહ્યુ હતુ કે તે ડોનાલ્ડ ટ્રમ્પનુ અકાઉન્ટ અનિશ્ચિત કાળ માટે સસ્પેન્ડ કરી રહ્યા છે. પરંતુ તેમછતા બુધવારે (13 જાન્યુઆરી) સ્નેપચેટે ટ્રમ્પના અકાઉન્ટ પર સ્થાયી રીતે બેન લગાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના સ્નેપચેટના ખાતા પર કોઈ પણ કન્ટેન્ટ નહિ હોય. આ પહેલા ટ્વિટરે પણ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને સ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધુ છે.
સ્નેપચેટ કંપનીના પ્રવકતાએ કહ્યુ કે 'સાર્વજનિક સુરક્ષાના હિતમાં અને ખોટી સૂચના ફેલાવવા, અભદ્ર ભાષા અને હિંસાને ભડકાવવાના તેમના પ્રયાસોના આધારે, જે અમારા દિશાનિર્દેશોનુ સ્પષ્ટ ઉલ્લંઘન છે, અમે ડોનાલ્ડ ટ્રમ્પના ખાતાને સ્થાયી રીતે સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ટ્ર્મ્પના ખાતા પર સ્થાયી રીતે બેન લગાવવાનો નિર્ણય અમે સ્નેપચેટ યુઝરના લોંગ ટર્મ ફાયદા માટે કર્યો છે. ટ્રમ્પે વારંવાર સ્નેપના સામુદાયિક દિશાનિર્દેશોનુ ઉલ્લંઘન કરવાની કોશિશ કરી છે.'
કંપનીના પ્રવકતાએ સીએનબીસીને જણાવ્યુ કે જો કે ટ્રમ્પ સ્નેપના દિશાનિર્દેશોનુ ઉલ્લંઘન કરતી સામગ્રી પોસ્ટ કરતા હતા અને કન્ટેન્ટને ઘણીવાર મિનિટોમાં હટાવી દેતા હતા. જેના કારણે અમે તેમના કન્ટેન્ટની તપાસ પણ નહોતા કરી શકતા. સ્નેપચેટથી ટ્વિટરે પણ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધુ છે. એટલે કે હવે તમે ક્યારેય ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વિટર પર નહિ જોઈ શતો. આ ઉપરાંત પ્રમુખ સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબુકે પણ ટ્રમ્પના અકાઉન્ટ પર જો બાઈડનના રાષ્ટ્રપતિ પદની શપથ લેવા સુધી(20 જાન્યુઆરી) બેન કર્યા છે. એટલે કે ટ્રમ્પ 20 જાન્યુઆરી સુધુ ફેસબુક પર કંઈ પણ શેર નહિ કરી શકે.
વાઈસ પ્રેસિડેન્ટે ટ્રમ્પને રાહત આપી, 25મું સંવિધાન સંશોધન લાગૂ નહિ થાય