
'કથિત સ્વર્ણિમ યુગ હવે થયો ખતમ', ચીન સાથે વિદેશ નીતિને લઈને UKના પીએમ ઋષિ સુનકે કહી આ વાત
Rishi Sunak on China: બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે પોતાના પહેલા વિદેશ નીતિ ભાષણમાં કહ્યુ કે બ્રિટન અને ચીન વચ્ચે ચાલી રહેલ કથિત સ્વર્ણિમ યુગ હવે ખતમ થઈ ગયો છે. વિદેશ નીતિ પર પોતાના પહેલા મુખ્ય સંબોધનમાં પીએમ ઋષિ સુનકે કહ્યુ, હવે આ સમય ચીન પ્રત્યે દ્રષ્ટિકોણ વિકસિત કરવાનો છે કારણકે આ દેશ પોઝિશન બનાવી રહ્યો છે જે બ્રિટનના મૂલ્યો અને હિતો માટે પડકાર છે. દેશ પોતાના સત્તાવાદી શાસન સાથે યુકેના મૂલ્યો અને હિતો માટે એક સિસ્ટમેટિક ચેલેન્જ રજૂ કર્યો છે.
લંડનના ગિલ્ડહૉલ ખાતે લૉર્ડ મેયરના ભોજન સમારંભમાં તેમના ભાષણ દરમિયાન સુનકે વિદેશ નીતિ પર પોતાનુ વલણ દર્શાવતી વખતે ચીનમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની પણ ટીકા કરી હતી. તેમણે આગળ કહ્યુ કે ચીન અમારી સૌમ્ય નીતિના કારણએ ખુદને મજબૂત કરી રહ્યુ છે અને અમારી આર્થિક સુરક્ષાને જોખમ પેદા કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે યુકે ચીનના વૈશ્વિક મહત્વને સરળતાથી નજરઅંદાજ ના કરી શકે. વળી, પીએમ સુનકે કોરોના લૉકડાઉન સામે ચીનમાં ચાલી રહેલ વિરોધ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યુ કે લોકોની ચિંતાઓને સાંભળવાને બદલે ચીની સરકારે તેમના કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો છે.
તમને જણાવી દઈએ કે હજારોની સંખ્યામાં વિરોધીઓ શાંઘાઈની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. જ્યાં લોકોને પોલીસની કારમાં બેસાડવામાં આવી રહ્યા હતા. બેઇજિંગ અને નાનજિંગની યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યુ છે. આ દરમિયાન, રવિવારે બપોરે ડાઉનટાઉન શાંઘાઈમાં સેંકડો લોકો એકઠા થયા હતા. જ્યાં ચીનની ઝીરો-કોવિડ નીતિ સામે વહેલી સવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાએ બાલીમાં જી20 સમિટ દરમિયાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાનુ હતુ પરંતુ યુક્રેનની સરહદ નજીક પોલિશ ગામ પર મિસાઇલ હુમલાને પગલે નાટોના સભ્યો કટોકટી બેઠક માટે એકત્ર થયા બાદ બેઠક રદ કરવામાં આવી હતી.