ફ્રાંસના પ્રેસિડેન્ટ બોલ્યા- ચીનમાં કંઈક એવું થયું જેના વિશે કોઈ નથી જાણતું
પેરિસઃ અમેરિકા અને બ્રિટન બાદ હવે ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈનુએલ મૈંક્રોએ ચીન પર કોરોના વાયરને લઈ સવાલ ઉઠાવ્યા છે. મૈક્રોંએ ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલ ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, ચીનમાં કંઈક એવું થયું જે વિશે આપણને કંઈ ખબર જ નથી. મૈંક્રોનું આ ઈન્ટર્વ્યૂ ગુરુવારે પબ્લિશ થયું. મૈંક્રોએ કહ્યું કે ચીને જેવી રીતે કોરોના વાયરસ મહામારીને હેન્ડલ કરી, તેનાથી તેના પર શક થવા લાગ્યો છે.

ચીનના દાવાની ધજ્જિયાં ઉડાવી
તેમણે ચીન પર સવાલ ઉઠાવતા કહ્યું, આટલા સીધા ના બનો અને એમ ના કહો કે આનાથી ઘણી સારી રીતે નિપટવામાં આવ્યું. મૈંક્રોએ આ વાત મહામારીના મેનેજમેન્ટને લઈ ચીનના દાવા પર કહી. તેમણે કહ્યું કે, આપણે જાણતા નથી, કંઈક વસ્તુઓ સ્પષ્ટ રીતે એવી થઈ જેના વિશે આપણે નથી જાણતા. મૈંક્રો પહેલા અમેરિકા અને બ્રિટેને ચીન પર સખ્ત વલણ અપનાવ્યું. ડિસેમ્બરમાં ચીનના વુહાનથી આ વાયરસ નીકળ્યો અને અત્યાર સુધીમા લાખો લોકોનો જીવ લઈ લીધો. મૈક્રોએ કહ્યું કે, આપણે બધા એક અકલ્પનીય સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ. મૈક્રોએ વર્ષ 2017માં ફ્રાંસની સત્તા સંભાળી હતી.

દુનિયા એક અસાધારણ સમય તરફ
રાષ્ટ્રપતિ મૈંક્રોએ દેશ માટે કેટલાક મોટા પ્રોજેક્ટની યોજના બનાવી હતી પરંતુ કોરોના વાયરસે આ યોજનાઓ પર લગામ લગાવી દીધી છે. તેમણે યૂરોપિયન યૂનિયનમાં સુધારાનો પણ પ્રસ્તાવ આપ્યો હતો. તેમની સરકારે ફ્રાંસના આધુનિકિકરણની પણ ભૂમિકા બનાવી હતી. કોરોના વાયરસના કારણે મૈંક્રો અને સરાકરે આ સ્વાસ્થ્ય સંકટથી લડથડીયાં ખાવાં પડી રહ્યાં છે.

બ્રિટિશ વિદેશ મંત્રી બોલ્યા- આકરા સવાલોનો સમય
મૈંક્રો ઉપરાંત બ્રિટેનના વિદેશ મંત્રી ડૉમનિક રૉબે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આપણે આકરા સવાલો પૂછવા પડશે કે આ વાયરસ ક્યાંથી આવ્યો અને આને પહેલા કેવી રીતે રોકી શકાતો હતો. રૉબે આ વાત ત્યારે કહી જ્યારે બ્રિટેનને ચીન સાથે ભાવી સંબંધો સાથે જોડાયેલ સવાલ પૂછવામાં આવ્યો હતો. રૉબ હાલ પીએમ બોરિસ જૉનસનની જગ્યાએ પીએમ પદ સંભાળી રહ્યા છે. જૉનસન હાલ કોવિડ-19ના સંક્રમણમાંથી સાજા થઈ ગયા છે.

અમેરિકાએ તપાસ શરૂ કરી
બીજી તરફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને કોરોના વાયરસ મહામારી ક્યાંથી આવી, તે વિશે તપાસ શરૂ કરી દીધી છે. પ્રશાસનનું કહેવું છે કે તેઓ આ વાતથી ઈનકાર નથી કરી રહ્યા કે વાયરસ ચીનના વુહાન સ્થિત લેબમાંથી આવ્યો હોય શકે છે જ્યાં ચામાચીડીયાં પર રિસર્ચ થઈ રહ્યું હતું. ચીની વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાયરસ વુહાનના એવા વેટ માર્કેટથી આવ્યો છે જ્યાં અસાધારણ જાનવરને કાપવામાં આવે છે.
ગુજરાતમાં 1 દિવસમાં કોરોનાના 92 નવા કેસ નોંધાયા, 5 જિલ્લા રેડ ઝોનમાં