For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીની માતાનું ઈટલીમાં નિધન, કાલે થશે અંતિમ સંસ્કાર થશે!

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની માતા પાઓલા માઈનોનું 27 ઓગસ્ટે ઇટાલીમાં અવસાન થયું છે. કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. કાલે સોનિયા ગાંધીના માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની માતા પાઓલા માઈનોનું 27 ઓગસ્ટે ઇટાલીમાં અવસાન થયું છે. કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. કાલે સોનિયા ગાંધીના માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સોનિયા ગાંધી ગયા અઠવાડિયે તેમની માતાને મળવા ઈટલી ગયા હતા. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ ગયા છે.

sonia gadhi

કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, શ્રીમતી સોનિયા ગાંધીના માતા પાઓલા માઈનોનું 27 ઓગસ્ટ શનિવારના રોજ ઇટાલીમાં તેમના ઘરે અવસાન થયું. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સોનિયા ગાંધીના નિધનના સમાચાર આવ્યા બાદ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ શોક પત્ર મોકલી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાહુલ અને પ્રિયંકા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત તેમની દાદીને મળવા ગયા છે. 2020 માં જ્યારે રાહુલ ગાંધીને તેમના વારંવારના વિદેશ પ્રવાસો માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીએ પછી કહ્યું કે તે બીમાર સંબંધીની મુલાકાત લેવા ઇટાલીની ખાનગી મુલાકાતે ગયા હતા.

English summary
Sonia Gandhi's mother passed away in Italy, the funeral will be held tomorrow!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X