For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કોરોના પોઝિટીવ, ઉપરાષ્ટ્રપતિને ચાર્જ સોંપ્યો!

કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં હોબાળો મચી ગયો છે. ઓછામાં ઓછા 59 દેશોમાં આ પ્રકારના કેસ નોંધાયા છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા રવિવારે કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જોહનિસબર્ગ : કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં હોબાળો મચી ગયો છે. ઓછામાં ઓછા 59 દેશોમાં આ પ્રકારના કેસ નોંધાયા છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા રવિવારે કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે, જેની સારવાર કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રામાફોસ સંપુર્ણ વેક્શિનેટેડ છે અને ડોકટરો સતત દેખરેખ રાખી રહ્યાં છે.

Cyril Ramaphosa

ગયા મહિને ઓમિક્રોન વેરિઅન્ટ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યુ હતુ અને ધીમે ધીમે તેને વિશ્વના ઘણા દેશોમાં પોતાનો પગપેસારો કર્યો છે. આશંકા છે કે આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં ઝડપથી ફેલાય છે. રામાફોસા કેપટાઉનમાં સેલ્ફ આઈસોલેશનમાં રહેશે અને તેમની તમામ જવાબદારીઓ ઉપરાષ્ટ્રપતિ ડેવિડ માબુઝાને સોંપવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ આફ્રિકાના ચાર રાજ્યોની તાજેતરની મુલાકાત પર રાષ્ટ્રપતિ અને સમગ્ર દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિમંડળનું COVID-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 8 ડિસેમ્બરે જોહાનિસબર્ગ પરત ફર્યા ત્યારે તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો નિવેદનમાં રામાફોસાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, તેમને મળેલા ચેપે તમામ નાગરિકોને રસીકરણના મહત્વ અને જોખમ વિશે ચેતવણીનું કામ કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગંભીર રીતે બીમાર થવા અને હોસ્પિટલમાં જવાનું ટાળવા માટે રસી હજુ પણ શ્રેષ્ઠ રક્ષણ છે. રાષ્ટ્રપતિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો પર દેખરેખ રાખવા અથવા પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે હાલ વિશ્વમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ભયનો માહોલ અને વિવિધ દેશ તેને લઈને અગમચેતીના પગલા ભરી રહ્યાં છે.

English summary
South African President Cyril Ramaphosa Corona hands over charge to Vice President
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X