Coronavirus: સ્પેનના પ્રધાનમંત્રીની પત્નીને કોરોનાવાઈરસ
નવી દિલ્હીઃ દુનિયાભરના કેટલાય દેશ ખતરનાક કોરોનાવાઈરસના લપેટામાં આવી ગયા છે. કોરોનાવાઈરસના લપેટામાં આવવાથી દુનિયાભરમાં પાંચ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેના લપેટામાં આવનારાઓમાં સામાન્ય લોકોથી ખાસ લોકો સુધી સામેલ છે. મોટી-મોટી હસ્તીઓ પણ આ કોરોનાવાઈરસની ચપેટમાં આવી ગયા છે. ખેલાડીઓ, એક્ટર-એકટ્રેસ, રાજનાયકો આ વાઈરસથી સંક્રમિત થયા છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી, કેનેડાના પીએમની પત્ની સોફી બાદ હવે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજની પત્ની પણ કોરોનાવાઈરસના લપેટામાં આવી ગઈ છે.
સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજની પત્ની બેગોના ગોમેજને કોરોનાવાઈરસ થયો છે. તેમના ટેસ્ટ રિપોર્ટ પોજિટિવ આવ્યો છે. સપેનની સરકાર તરફથી જાહેર નિવેદન મુજબ બેગોનાની કોરોનાવાઈરસની ટેસ્ટ રિપોર્ટ પોજિટિવ આવ્યો છે. મેડ્રિડ સ્થિત પ્રધાનમંત્રી આવાસના જ હોસપિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રીની પત્નીની સાથોસાથ તેમના કેબિનેટના બે મંત્રી પણ કોરોનાવાઈરસના લપેટામાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે સ્પેનમાં કોરોનાવાઈરસને પગલે અત્યાર સુધીમાં 196 લોકોના મોત થઈ ચૂક્યાં છે. સ્પેન સરકારે કોરોનાવાઈરસને કારણે સ્પેનમાં 2 અઠાડિયા માટે ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. અત્યાર સુધી સ્પેનમાં કોરોનાવાઈરસના 6391 મામલા સામે આવી ચૂક્યા છે, જેમાંથી 517 લોકો ઠીક થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.
પીએમ મોદીએ કોરોના માટે શેર કરી આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન, જણાવ્યા બચવાના ઉપાય