• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કંઇક આ રીતે કરાઇ યુએસ ગુપ્તચર વિભાગ દ્વારા જાસૂસી

|

થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે અમેરિકા દ્વારા વિશ્વ ભરમાંથી 35 જેટલા નેતાઓની જાસૂસી કરી હતી. આ સમાચાર મીડિયામાં પ્રસારિત થયા બાદ અનેક રાષ્ટ્રો હચમચી ગયા હતા. ગેરકાયદે ગતિવિધિઓનો પર્દાફાશ કરનારા વિસલબ્લોઅર એડવર્ડ સ્નોડેનના દસ્તાવેજો લીક થઇ ગયા છે, આ દસ્તાવેજો જણાવે છે કે, કેવી રીતે અમેરિકાએ મોટાપાયે આખા વિશ્વમાં જાસૂસી અભિયાન ચલાવ્યું હતું, જેમાં સહયોગી દેશોમાં ગુપચુપ વાતચિત સાંભળવવાનું પણ સામેલ છે.

જો કે, આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ અમેરિકન સેનેટની જાસૂસી કમિટિએ વચન આપ્યું હતું કે, તે દેશના સૌથી મોટા ગુપ્તચર સંગઠન નેશનલ સિક્યોરિટી એજન્સી(એનએસએ)ની દેખરેખ હેઠળ કાર્યક્રમની સમીક્ષા કરશે. લીક દસ્તાવેજોમાંથી અન્ય કેટલીક જાણકારી પણ મળી હતી. જેમાં જાસૂસી કેવી રીતે કરવામાં આવે છે તે જણાવવામાં આવ્યું હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કેવી રીતે ગુપ્તચર વિભાગ દ્વારા જાસૂસી કરવામાં આવે છે.

ઇન્ટરનેટ કંપનીના ડેટા સુધી પહોંચ

ઇન્ટરનેટ કંપનીના ડેટા સુધી પહોંચ

જૂન મહિનામાં લીક દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે, કેવી રીતે એનએસએની પાછલા બારણે મોટી ટેક્નોલોજી કંપનીઓ સુધી પહોંચ છે. ફાઇલો જણાવે છે કે, એજન્સીની પહોંચ નવ ઇન્ટરનેટ એજન્સીઓ સુધી હતી, જમાં ફેસબુક, ગુગલ, માઇક્રોસોફ્ટ અને યાહુ જેવી કંપનીઓ સામેલ છે. ઓનલાઇન સંવાદ પર નજર રાખવાની કામગિરી પ્રોગ્રામ પ્રિજમ થકી કરવામાં આવે છે. દાવો છે કે, આ પ્રોજેક્ટમાં એનએચએ બ્રિટેનના જીસીએચક્યુ સ્ટેશન સાથે મળીને ઇમેઇલ, ચેટ લોગ્સ, સ્ટોર ડેટા, વોઇસ ટ્રાફિક, ફાઇલ ટ્રાન્સફર અને સોશિયલ નેટવર્કિંગ ડેટા સુધી પહોંચ ધરાવે છે. જો કે, કંપનીએ એજન્સીઓ સર્વર પર સીધી પહોંચની સુવિધા આપવાનો ઇન્કાર કરે છે. કેટલાક વિશેષજ્ઞ પ્રિજ્મની સાચી શક્તિ પર પ્રશ્નો ઉઠાવે છે.

ફાઇબર ઓપ્ટિક કેબલ્સની ટેપિંગ

ફાઇબર ઓપ્ટિક કેબલ્સની ટેપિંગ

જીસીએચક્યુના લીક દસ્તવેજોના સંબંધમાં ગાર્ડિયન સમાચાર પત્રના રિપોર્ટમાં જણાવાયું છે કે, બ્રિટેને ગ્લોબલ સંચારમાં ઉપયોગ કરવામાં આવનારી ફાઇબર ઓપ્ટિક કેબલ્સની ટેપિંગ કરી અને હાંસલ ડેટાઓને એનએસએને આપ્યા. દસ્તાવેજોનો દાવો છે કે જીસીએચક્યુ એકસાથે 200 ફાઇબર ઓપ્ટિક કેબલ્સ પર પહોંચ રાખતું હતુ, રોજ 60 કરોડની વાતચીતને મોનિટર કરવામાં સક્ષમ હતું. જીસીએચક્યુએ તેના પર ટિપ્પણી કરવામાં મનાઇ કરી પરંતુ એ જરૂર કહ્યુ કે તે કાયદા પ્રત્યે ઇમાનદાર છે. ઓક્ટોબરમાં ઇટલીના સાપ્તાહિક એલ એસ્પ્રેસોમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જીસીએચક્યુ અને એનએસએની નજર સમુદ્રમાં પથરાયેલા ત્રણ કેબલ્સ પર હતી, જેનાં ટર્મિનલ ઇટલીમાં હતા, આ કોમર્શિયલ અને મિલિટ્રી ડેટાને વચમાં રોકતા હતા.

 ફોનની વાતચીતને છૂપાઇને સાંભળવી

ફોનની વાતચીતને છૂપાઇને સાંભળવી

ઓક્ટોબરમાં જર્મન મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું કે, અમેરિકાએ જર્મન ચાંસલર અંગેલા મર્કેલના ફોનને એક દશકા કરતા વધુ સમય સુધી બગ થકી ટેપ કરી રાખ્યો હતો, આ જાસૂસી દેખરેખ થોડાક મહિનાઓ પહેલા બંધ કરવામાં આવી. ડેર શ્પીગલ મેગઝીને વિસલબ્લોઅર એડવર્ડ સ્નોડેનના દસ્તાવેજો પર જણાવ્યું કે અમેરિકા 2002થી જ મર્કેલના મોબાઇલની જાસૂસી કરી રહ્યું હતું. દસ્તાવેજોના આધારે મેગેઝીનને દાવો કર્યો કે આ ફોનથી થનારી વાતચીતને વચ્ચે સાંભળનારી મશિન બર્લિન સ્થિત અમેરિકન દૂતાવાસમાં હતી. આ પ્રકારના ઓપરેશન વિશ્વ ભરમાં 80 સ્થળો પર ચલાવવામાં આવી રહ્યું હતું.

લક્ષ્યીકૃત જાસૂસી

લક્ષ્યીકૃત જાસૂસી

ડેર શ્પીગલમાં જૂનમાં પ્રકાશિત અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે એનએસએ યુરોપ અને અમેરિકામાં યુરોપીય યુનિયન નેતાઓની પણ જાસૂસી કરી રહ્યું હતું. મેગેઝીને કહ્યું કે, સ્નનોડેનના લીક દસ્તાવેજો જાહેર કરે છે કે, અમેરિકાએ વોશિંગટન સ્થિત યુરોપીય યુનિયનના આંતરિક કોમ્યુટર નેટવર્ક સાથે ન્યુયોર્ક સ્થિત યુએન ઓફિસના 27 સદસ્યીય બ્લોકની પણ જાસૂસી કરી હતી. જુલાઇમાં ગાર્ડિયને દસ્તાવેજો થકી દાવો કર્યો હતો કે 38 દૂતાવાસો અને મશીનોને અમેરિકન જાસૂસી ઓપરેશનમાં ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ટાર્ગેટ કરવામાં આવી રહેલા દેશોમાં ફ્રાન્સ, ઇટલી અને ગ્રીસ સાથે અમેરિકાના ગેર યુરોપીય સહયોગી જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત પણ સામેલ હતા, એટલું જ નહીં યુરોપીય યુનિયને ન્યુયોર્ક અને વોશિંગટન સ્થિત દૂતાવાસ અને મશીનની પણ દેખરેખ કરી હતી.

English summary
spy Leaks that exposed US spy programme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X