શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેનો પરિવાર જીવ બચાવી કોલંબોથી ભાગ્યો, જુઓ વીડિયો!
કોલંબો, 10 મે : શ્રીલંકા હાલમાં તેની સ્વતંત્રતાના ઇતિહાસમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ચારેબાજુ તોફાનો અને હિંસાનું વાતાવરણ છે. આ દરમિયાન મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેનો પરિવાર શ્રીલંકાની રાજધાની કોલંબોથી ભાગી ગયો છે. તેઓ અત્યારે ક્યાં છે તેની માહિતી ઉપલબ્ધ નથી.
આને લગતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાષ્ટ્રપતિના પરિવારને હેલિકોપ્ટરમાં બેઠેલા જોઈ શકાય છે. તે ક્યાં ગયા છે તે હજુ જાણી શકાયું નથી. થોડા સમય પહેલા શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પણ પરિવાર સાથે કોલંબો ભાગી ગયાના સમાચાર હતા. આ સમાચાર સામે આવ્યા બાદ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના ઉત્તર-પૂર્વમાં સ્થિત આ ત્રિંકોમાલી નેવલ બેઝની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.
Just IN: Amid worst economic & political meltdown, Sri Lanka president Gotabaya Rajapaksa family flees from Presidential Palace in Colombo. pic.twitter.com/FXQLVcITnA
— South Asia Index (@SouthAsiaIndex) May 10, 2022
શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેના કોલંબોના નિવાસસ્થાને આજે સવારે હજારો વિરોધીઓ ઘૂસી ગયા હતા. જે બાદ ભારે હથિયારોથી સજ્જ સૈનિકોએ તેને બચાવી લીધા હતો. આ પછી વિરોધીઓએ 'ટેમ્પલ ટ્રીઝ'માં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બે માળની વસાહતી યુગની ઇમારત શ્રીલંકાના વડા પ્રધાનનું નિવાસસ્થાન છે અને મહિન્દા રાજપક્ષે તેમના પરિવાર સાથે અહીં રહેતા હતા.
એક સુરક્ષા અધિકારીએ એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું કે, પૂર્વ વડા પ્રધાન અને તેમના પરિવારને સૈન્ય દ્વારા વહેલી સવારના ઓપરેશન પછી બચાવી લેવામાં આવ્યા હતા." અધિકારીએ કહ્યું કે, "વડાપ્રધાનના પરિસરમાં ઓછામાં ઓછા 10 પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા." જ્યારે સુરક્ષા દળોએ મહિન્દા રાજપક્ષે અને તેમના પરિવારને વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 'ટેમ્પલ ટ્રીઝ' માંથી બહાર કાઢ્યા ત્યારે પોલીસે ભીડને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને ચેતવણીઓ આપી હતી. આ પછી સેંકડો સૈનિકોએ સાથે મળીને રાજપક્ષે પરિવારને બહાર કાઢ્યો હતો. તે દરમિયાન લોકો ભયંકર નારા લગાવી રહ્યા હતા.