For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sridevi : શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઇ લાવવા મળી મંજૂરી

ત્રણ દિવસ પછી આખરે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ આવવા માટે જે મંજૂરી મળી ગઇ છે. સરકારી વકીલની મંજૂરી મળતા જ તેના પાર્થિવ દેહને લેપ લગાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આી છે.

|
Google Oneindia Gujarati News

શ્રીદેવીના તમામ ચાહકો માટે સાચા સમાચાર આવ્યા છે. ત્રણ દિવસ પછી આખરે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ આવવા માટે જે મંજૂરીની જરૂર હતી તે હવે તેને મળી ગઇ છે. સરકારી વકીલની મંજૂરી મળતા જ તેના પાર્થિવ દેહને લેપ લગાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આી છે. અને આજે મોડી સાંજ સુધીમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઇ આવશે. તમને જણાવી દઇએ કે બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન દુબઇમાં 24 ફેબ્રુઆરી રાતના 11 વાગ્યા જેવું થયું હતું. દુબઇ પોલીસની તપાસમાં ફોરેન્સિક રિપોર્ટ મુજબ સરકારી વકીલે તમામ દસ્તાવેજોને ચકાસી લીધા છે. અને તે પછી તેમને આ મામલે સંતુષ્ટી મળતા જ તેમણે વિલંબ કર્યા વગર હવે તેને પાર્થિવ દેહને ભારત મોકલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દુબઇ સરકારની તપાસના કારણે જ આ પ્રક્રિયામાં આટલું મોડું થયું હતું.

Sridevi

જો જ્યાં દુબઇથી આ સમાચાર આવ્યા છે ત્યાં જ ભારતમાં શ્રીદેવી મોતને લઇને વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ન્યૂઝ ચેનલમાં કહ્યું છે કે શ્રીદેવીની હત્યા થઇ છે. તે બાથટબમાં ડૂબીને મરી જાય તે સંભવ નથી. સાથે જ તેમણે કહ્યું કે આખી વાત મને અજીબ લાગે છે. સાથે જ શ્રીદેવી દારૂ પીતી નહતી તો પછી તેના શરીરમાં આલ્કોહોલના અંશ કેમ આવ્યા તે અંગે પણ તપાસ કરવા પર ચર્ચાઓ થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે દુબઇથી મુંબઇ આવ્યા પછી શ્રીદેવીના પાર્થિવ દેહને ભાગ્ય બંગલામાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ બંગલાને શ્રીદેવીના પસંદગીના રંગ સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યો છે. અને તેમના વસ્તુઓને સફેદ રાખવામાં આવી છે. શ્રીદેવીની અંતિમ યાત્રામાં પણ તેના મિત્રો, પરિવારજનો અને રાજનૈતિક નેતાઓ સમેત તેના કરોડો ચાહકો જોડાશે.

English summary
Sridevi's Body To Be Released, Family Gets Clearance Letter. The postmortem report said Sridevi fell into the bathtub after losing consciousness and drowned.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X