For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે અમેરિકા પર તોફાન 'નોરસ્ટારે' વર્સાવ્યો કહેર

By Super
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 8 નવેમ્બરઃ તાજેતરમાં જ તોફાન સૅન્ડીએ અમેરિકા પર પોતાનો કહેર વર્સાવ્યો હતો. આ કહેરમાંથી હજુ અમેરિકા ઉભરી શક્યું પણ નથી, ત્યાં 'નોરસ્ટારે' તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. આ તોફાનના કારણે ન્યૂયોર્ક સહિત અનેક તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અમેરિકન ન્યૂઝ એજન્સીઓના અહેવાલ અનુસાર તોફાનના કારણે ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં વિજળી કાપી દેવામાં આવી છે. જેના કારણે શહેરોમાં બિઝનેસ અને અન્ય કામો ઠપ થઇ ગયા છે. લોકલ અને શહેરી રેલ સેવાઓને પણ રોકી દેવામાં આવી છે. નોરસ્ટારથી ઘરાયેલા અમેરિકાના તટીય વિસ્તરારોમાં વારંવાર ચક્રવાત આવી રહ્યાં છે. ઘણા ચક્રવાતોમાં તો ટ્રક જેવા ભારે વાહનો પણ દૂર જઇને પટકાયા છે.

સમુદ્રની લહેરો ઘણી ઉચ્ચે ઉઠી રહી છે. ઘણા વિસ્તારોમાં ઝડપી હવાઓ સાથે હિમવર્ષા પણ થઇ છે. મોસમ વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 કલાકમાં ન્યૂયોર્કમાં 60 માઇલ પ્રતિ કલાકની ઝડપથી હવા ફુંકાઇ શકે છે. તટીય વિસ્તારોમાં તેની અસર ઘાતક થઇ શકે છે, તેથી તમામ વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. જો હિમપાત થાય તો પૂર આવી શકે છે. લોકોને નિચાણવારા વિસ્તારોમાં નહીં જવા જણાવાયું છે. તોફાનના કારણે યાતાયાત ઠપ થઇ ગયો છે. ન્યૂયોર્કમાંથી અંદાજે 750 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરવામાં આવી છે.

English summary
Heavy storm Norstar hit the coastal areas of New York in America. This is a biggest hit after storm Sandy. US has announced Alert in all coastal cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X