For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રમ્પ સાથે યૌનસંબધ બનાવવું સૌથી ખરાબ અનુભવ: પોર્નસ્ટાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સેક્સનો દાવો કરી ચુકેલી પૂર્વ પોર્નસ્ટાર સ્ટ્રોમીં ડેનિયલની બુક લોન્ચ થવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સેક્સનો દાવો કરી ચુકેલી પૂર્વ પોર્નસ્ટાર સ્ટ્રોમીં ડેનિયલની બુક લોન્ચ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ તેના કેટલાક અંશ લીક થઇ ચુક્યા છે. પૂર્વ પોર્નસ્ટાર સ્ટ્રોમીં ડેનિયલની બુક ના કેટલાક અંશ બ્રિટિશ ડેલી "ધ ગાર્ડિયન" પાસે આવી ચુક્યા છે. જેમાં પૂર્વ પોર્નસ્ટાર સ્ટ્રોમીં ડેનિયલે એમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો છે. સ્ટ્રોમીં ડેનિયલે જણાવ્યું કે ટ્રમ્પ સાથે સેક્સ કરવામાં બિલકુલ પણ મજા નહીં આવી. તેને જણાવ્યું કે ટ્રમ્પ સાથે સેક્સ કરવું ખુબ જ ઓછું પ્રભાવિત કરનાર હતું. ડેનિયલની આવનારી બુક 'Full Disclosure' માં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રાઇવેટ પાર્ટ્સ અંગે ગ્રાફિક્સમાં ડિસ્ક્રિપશન આપવામાં આવ્યું છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી ડેનિયલે દાવો કર્યો કે તે ટ્રમ્પ સાથે વર્ષ 2006 દરમિયાન રિલેશનમાં હતી.

ટ્રમ્પ સાથે સેક્સ દરમિયાન પોતાના પર ધિક્કાર આવતો હતો

ટ્રમ્પ સાથે સેક્સ દરમિયાન પોતાના પર ધિક્કાર આવતો હતો

બ્રિટિશ ન્યુઝપેપર ઘ્વારા જણાવવામાં આવ્યું કે 2 ઓક્ટોબરે રિલીઝ થનાર બૂકના કેટલાક અંશ તેમની પાસે આવી ચુક્યા છે. પોતાની બુકમાં ડેનિયલે ખુલાસો કર્યો છે કે જયારે તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સેક્સ કરતી ત્યારે તેને પોતાના પર ધિક્કાર આવતો હતો. તેને કહ્યું કે જયારે મેં ટ્રમ્પ સાથે સેક્સ કર્યો ત્યારે મેં અનુભવ કર્યો કે તેનું પેનીસ મશરૂમ જેવું અને એવરેજ કરતા પણ નાનું હતું. પોર્નસ્ટાર ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે તેની સાથે આ સૌથી ખરાબ સેક્સ હતું.

શાર્ક વીક જોવાના શોખીન ટ્રમ્પ

શાર્ક વીક જોવાના શોખીન ટ્રમ્પ

ડેનિયલે પોતાની બુકમાં લખ્યું કે ટ્રમ્પને ડિસ્કવરી ચેનલના "શાર્ક વીક" જોવાનું ઝુનુન હતું. તેને આગળ જણાવ્યું કે વર્ષ 2007 દરમિયાન જયારે તે પોતાના હોટેલ રૂમમાં શૉ જોઈ રહી હતી ત્યારે ટ્રમ્પએ હિલેરી ક્લિન્ટનને ફોન લગાવ્યો હતો. ડેનિયલે જણાવ્યું કે તેમને રાષ્ટ્રપતિ ઈલેક્શન વિશે પુરી વાતચીત કરી.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા માંગતા ના હતા

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા માંગતા ના હતા

ડેનિયલે કહ્યું કે ટ્રમ્પ સાથે રાખેલા સંબધો પર પોતાનું મોઢું બંધ રાખવા માટે તેને 1 લાખ 30 હજાર ડોલર આપવામાં આવ્યા હતા. તેને આગળ જણાવ્યું કે ટ્રમ્પ જાતે રાષ્ટ્રપતિ બનવા માંગતા ના હતા પરંતુ તેમને રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન નામાંકન જીતી લીધું હતું. આપને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડેનિયલ સાથે પોતાના સંબધો નકારી ચુક્યા છે. તેમને આ બધું બકવાસ ગણાવ્યું છે.

English summary
Stormy Daniels explains, How relation with Donald Trump was least Impressive she's ever had
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X