For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડોનેશિયાઃ ભૂકંપ બાદ સુનામીએ કર્યો વિનાશ, 384 ના મોત, સેંકડો ગાયબ

ઈન્ડોનેશિયામાં પહેલા ભૂકંપ અને ત્યારબાદ આવેલા સુનામીએ ઘણા લોકોના મોત નીપજાવ્યા છે. સુનામીની ચપેટમાં અત્યાર સુધીમાં 384 લોકોના મોત થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડોનેશિયામાં પહેલા ભૂકંપ અને ત્યારબાદ આવેલા સુનામીએ ઘણા લોકોના મોત નીપજાવ્યા છે. ઈન્ડોનેશિયામાં મેટ્રો ટીવીને એક હોસ્પિટલે કહ્યુ છે કે સુનામીની ચપેટમાં અત્યાર સુધીમાં 384 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈન્ડોનેશિયામાં સુલાવેસી દ્વીપમાં શુક્રવારે પહેલા 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેના સુનામીએ પાલૂ શહેરને પોતાની ચપેટમાં લઈ લીધુ. ઈન્ડોનેશિયામાં ગયા સપ્તાહે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

indonesia

હોસ્પિટલના ડૉક્ટર કોમાંગ અદી સુજેન્દ્રએ કહ્યુ કે શુક્રવારે આવેલા સુનામીથી 384 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય સેંકડો લોકો ગાયબ છે. ભૂકંપના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાલૂ શહેર અને ફિશિંગ ટાઉન ડોંગ્ગાલામાં વિજળી કપાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કોઓર્ડિનેટ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઈન્ડોનેશિયામાં કાલે સુનામીથી થયેલા મોત વિશે હાલમાં સરકારે કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી. રિપોર્ટ્સ અનુસાર ઈમારતો પડવાને કારણે નીચે દબાયેલા લોકોના મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલ-ડિઝલે ફરીથી બનાવ્યા રેકોર્ડ, જાણો શું છે આજનો ભાવઆ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલ-ડિઝલે ફરીથી બનાવ્યા રેકોર્ડ, જાણો શું છે આજનો ભાવ

ઈન્ડોનેશિયાની મીટરોલોજી, ક્લાઈમેટ એન્ડ જિયોફિઝિક્સ એજન્સીએ શરૂઆતમાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરીને ત્રણ મીટર ઉંચી લહેરોની સંભાવના વ્યક્ત કરી હતી પરંતુ બાદમાં તેમણે આ ઘોષણા પાછી લઈ લીધી હતી. સુનામીની ઘોષણા પાછી લીધા બાદ પાલૂ શહેરમાં પાણીની છ મીટર ઉંચી લહેરો ટકરાઈ હતી. આ સપ્તાહે બુધવારે પણ 6.1 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભાવાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. ઈન્ડોનેશિયાના આચે પ્રાંતમાં 10 સેકન્ડ સુધી ચાલેલા આ ભૂકંપમાં ઘણી ઈમારતો પડી ગઈ હતી.

આ પણ વાંચોઃ સર્જીકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધોઆ પણ વાંચોઃ સર્જીકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધો

English summary
Strong quake, tsunami in Indonesia's Sulawesi island kill at least 384
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X