For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય પરિવાર અમેરિકામાં પ્રવાસે નીકળ્યો, પણ પરત આવી ખાલી લાશ

અમેરિકામાં વસતા અને યુનિયન બેંકમાં સારી નોકરી કરતા મૂળ ભારતીય તેવા એક પરિવારનો ફેમીલિ પ્રવાસ બન્યો છેલ્લો પ્રવાસ. ભારે વરસાદના કારણે ચારેય લોકો નદીમાં તણાઇને પામ્યા મૃત્યુ. જાણો વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

સંદીપ થોટ્ટાપિલ્લઇ અમેરિકામાં વેકેશનમાં પત્ની અને બે સંતાનોને કેલિફોર્નિયાના જંગલોમાં ફરવા ગયા હતા. પણ તેમને ખબર નહતી કે આ ફેમીલિ પ્રવાસ તેમનો છેલ્લો પ્રવાસ બની જશે. સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઇને ખબર જ નહતી કે હવે તે ક્યારેય તેમના દિકરા કે પૌત્ર કે પૌત્રીને કદી નહીં જોઇ શકે. અમેરિકની યુનિયન બેંકમાં ફરજ બજાવતા આ દક્ષિણ ભારતીય પરિવાર જંગલમાં ફરવા ગયો હતો પણ તેમની ગાડી નદીમાં પડી જતા ચારેય સભ્યોના મૃતદેહ હવે મળ્યા છે. નોંધનીય છે કે આ પરિવાર 5મી એપ્રિલથી ગુમ થયો હતો. અને આ માટે ખાસ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે પછી તેમની કાર અને ચારેય સભ્યોના મૃતદેહ નદીના પટમાંથી મળી આવ્યા હતા.

sandeep family

સંદિપની પત્ની સૌમ્યા તેની દિકરી સચી અને દિકરો સિદ્ધાંત અહીંના ભારે વરસાદના કારણે આવેલા પુરમાં ફસાઇ ગયા હતા. અને બાપ અને દિકરીની લાશ જ્યાં ગાડીમાંથી મળી ત્યાં પુત્ર અને માતાની બોડી થોડી દૂર મળી આવી છે. આ સમગ્ર ખબરે સુરતમાં રહેતા પરિવારને દુખી કરી દીધું છે. 20 સર્ચ ઓપરેશન ટીમ દ્વારા ઇલ નદીમાંથી આ લાશોને શોધી બહાર નીકાળવામાં આવી છે. આ પરિવાર પોલેન્ડથી તેમના ઘર કેલિફોર્નિયા પરત ફરી રહ્યો હતો. નોંધનીય છે કે સંદીપ યુનિયન બેંકનો વાઇસ પ્રેસિડન્ટ હતો. અને સૌમ્યા હાઉસ વાઇફ હતી. સોશ્યલ મીડિયામાં સંદીપને શોધવાની અપીલ કર્યા પછી આ સર્ચને વધારવામાં આવી હતી અને આખરે તેમની લાશ એક પછી એક મળી આવી હતી.

English summary
Surat based Thottappilly family tragedy in US. All 4 bodies including body of missing boy, found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X