પાકિસ્તાનમાં યોજાયેલા સંમેલન હાર્ટ ઓફ એશિયામાં ભાગ લેવા માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજ જેવા જ પાકિસ્તાન પહોંચ્યા તેમણે એક પ્રેસ કોન્ફર્ન્સ યોજીને મીડિયાને જણાવ્યું કે તે અહીં સંબંધોને સુધારવા માટે આવી છે. વધુમાં તે પાકિસ્તાનના વિદેશ મંત્રી સરતાજ અજીજ અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ મળી હતી.
આ સંમેલનમાં જ્યાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે આતંકવાદ બધાનો દુશ્મન છે. ત્યાં જ સામે પક્ષે આ સંમેલનને સંબોધિત કરતા સુષ્મા સ્વરાજે કહ્યું કે "એશિયાનું હાર્ટ ત્યારે જ ધબકતું રહેશે જ્યાં સુધી તેની નળીઓ ખુલ્લી હશે. સમગ્ર દુનિયા હાલ બદલાવ ઇચ્છે છે. ત્યારે આપણે તેમને નિરાશ ના કરવા જોઇએ. અમે આ તકનો લાભ લઇને પાકિસ્તાન તરફ પણ અમારો હાથ લંબાયો છે. અને આ સમયે આપણે પરિપક્વતા અને આત્મવિશ્વાસ બતાવી એક બીજા સાથે વેપાર કરવો જોઇએ.
ત્યારે હાર્ટ ઓફ એશિયામાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ કોને કોને મળ્યા શું કર્યું તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
હાર્ટ ઓફ એશિયા સંમેલન
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આજે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હાર્ટ ઓફ એશિયન સંમેલનમાં ભારતનું વલણ એશિયન દેશો સમક્ષ રાખ્યું હતું.
સુષ્મા સ્વરાજે શું કહ્યું?
આ પ્રસંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે અફધાનિસ્તાન અને પાકિસ્તાન સાથે વેપારની તકો વિષે વાત કરી હતી. અને આશા સેવી હતી કે આ વેપારથી ત્રણેય દેશોને આર્થિક રીતે ફાયદો થશે.
નવાઝ શરીફ સાથે મુલાકાત
સંમેલનની શરૂઆતમાં સુષ્મા સ્વરાજ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને અફધાનિસ્તાનના વડાપ્રધાન અશરફ ધાનીને પણ મળ્યા હતા.
આતંકવાદ પર બોલ્યા નવાઝ શરીફ
હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે આંતકવાદ બધાનો દુશ્મન છે. અને તેને વિરુદ્ધ આપણે સામુહિક રૂપે લડવું જોઇએ.
સુષ્મા અને સરતાજ અજીજ
આ સંમેલનમાં સુષ્મા સ્વરાજનું સૌથી પહેલા સ્વાગત પાકિસ્તાનના સરતાજ અજીજે કર્યું હતું. તેમણે ભારત સાથેની વાતચીત વિષે બોલતા કહ્યું હતું કે આનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થશે
સુષ્મા અને અજીજે કર્યું ભોજ
આ પ્રસંગે બન્નેએ સાથે ભોજન પણ કર્યું હતું. આ પ્રસંગે અજીજે કહ્યું હતું કે બન્ને દેશો જોડે વાતચીત કરવા સિવાય કોઇ વિકલ્પ નથી.
સુષ્મા કેવા મુદ્દા ઉઠાવી શકે છે?
નોંધનીય છે કે સુષ્મા સ્વરાજ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન આતંકવાદ, કાશ્મીર, ક્રોસ બોર્ડર વેપાર, 26/11ના આંતકીઓ વિરુદ્ધ કાર્યવાહી અને ભારત-પાક ક્રિકેટ મેચ જેવા મુદ્દા પર પાકિસ્તાન સાથે ચર્ચા કરી શકે છે.
સુષ્માએ કહ્યું "હું અહીં સંબંધો સુધારવા આવી છું"
નોંધનીય છે કે સુષ્મા સ્વરાજે પાકિસ્તાન પહોંચીને ત્યાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે હું અહીં સંબંધો સુધારવા આવી છું. તો બીજી તરફ પાકિસ્તાન મીડિયાએ પણ સુષ્મા સ્વરાજની આ મુલાકાતને આવકારી હતી.