કાળું નાણું: સ્વિસ બેન્કો આપશે શકમંદ ભારતીયોના નામની યાદી
ઝ્યુરિક, 22 જૂનઃ ભારતની કાળા નાણાં સામેની લડાઇને મજબૂત શક્તિ મળી રહી હોય તેમ, સ્વિત્ઝરલેન્ડ સરકાર દ્વારા ભારત સરકારેને એક યાદી આપવાની તૈયારી દર્શાવી છે. સ્વિત્ઝરલેન્ડ કેટલાક એવા ભારતીય ખાતેદારોની યાદી બનાવી રહી છે, જેમણે સ્વિસ બેન્કમાં અન ટેક્સેડ ધન જમા કરાવ્યું છે, જે માહિતી સભર યાદી ભારત સરકારને આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છેકે આ યાદી અનેક મોટામાથાઓના નામ બહાર પાડી શકે છે.
અધિકારીએ જણાવ્યા પ્રમાણે જ્યારે આ તપાસ હાથ ધરવામા આવી ત્યારે અનેક ભારતીય વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સ્વિસ બેન્કમાં અન ટેક્સેડ રકમ જમા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ટ્રસ્ટ્સ, કેટલીક લીગલ સંસ્થાઓ અને આવાસીય કંપનીઓ છે.
જો કે તેમણે બે દેશો વચ્ચેની દ્વિપક્ષીય માહિતી વિનિમય સંધિની ગોપનિયતાનો હવાલો આપીને એ લોકો અને સંસ્થા કે જેમનું ધન સ્વિસ બેન્કમાં જમા છે, તેમની ઓળખ છત્તી કરવાની ના પાડી છે. આ અધિકારીએ વધુમાં જણાવ્યું છેકે તેઓ ભારતની નવી સરકાર સાથે કામ કરવા આતુર છે અને કાળા નાણા માટે જે સિટની રચના કરવામાં આવી છે, તેને જે મદદની જરૂર રહેશે તે કરવાની પણ ખાતરી દર્શાવી છે.
નોંધનીય છેકે સ્વિસ બેન્કમાં ભારતીયો દ્વારા જમાં કરવામાં આવેલા રકમનો આંક 14 હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. જોકે તેમણે વાત કહેવાનો ઇન્કાર કર્યો છેકે સ્વિસ બેન્કમાં ભારતીય દ્વારા જે ધન જમા કરાવવામાં આવ્યું છે તે કાળું નાણું છેકે નહીં.