સિડની ઘેરો : ઓસ્ટ્રેલિયા પોલીસે ઘેરાબંધી દૂર થવાનું જાહેર કર્યું, 3ના મોત, 6 ઘાયલ
સિડની, 16 ડિસેમ્બર : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા માર્ટિન પ્લેસ વિસ્તારમાં આતંકવાદીઓએ કરેલી ઘેરાબંધીને તોડવામાં ઓસ્ટ્રેલિયાની પોલીસને 16 કલાક લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયાની પોલીસે જાહેર કરી દીધું છે કે સામસામી લડાઇ પૂરી થઇ છે. પોલીસ તમામ બંધકોને છોડાવવામાં સફળ થઇ છે.
ખેદની બાબત એ છે કે આ સંઘર્ષમાં 3 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆએ ટેલિવિઝન રિપોર્ટના આધારે જણાવ્યું છે. જો કે રિપોર્ટમાં એવો કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી કે મૃત્યુ પામેલા લોકોમાં બંધક બનાવનાર બંદૂકધારી મૃત્યુ પામ્યો છે કે નહીં.
આ ઓપરેશનમાં 6 લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થનારામાં 2 ગર્ભવતી સહિત 5 મહિલાઓ સામેલ છે. એજન્સીઓ દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર સુરક્ષા દળોએ આતંકવાદીઓને માર્યા છે. આ લડાઇમાં એક બંધકનું મૃત્યુ થયું છે.
નોંધનીય છે કે આ ઘેરાબંધીનો મુખ્ય હુમલાખોર ઇરાની શરણાર્થી હતો. તે વર્ષ 1996માં ઇરાનથી ભાગીને ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 49 વર્ષના સ્વયંભૂ મૌલવી શેખ હારૂન પર અનેક ગુના નોંધાયેલા છે. તેના પર પૂર્વ પત્નીની હત્યાનો આરોપ પણ છે.તે જમાનત પર જેલથી બહાર આવ્યો હતો. જેને પોલીસે મોતને ઘાટ ઉતાર્યો છે.
બીજી તરફ ભારતની ચિંતા પણ દૂર થઇ છે. બંધકોમાં 2 ભારતીયો હતા. જે સહીસલામત રીતે છુટી ગયા છે. તેઓ સુરક્ષિત છે. તેમના નામ અંકિ રેડ્ડી અને પુષ્પેન્દ્રુ ઘોષ છે. તેમના સુરક્ષિત હોવાને ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સમર્થન આપ્યું છે.