For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનની જેલમાંથી પોતાના આતંકવાદીઓને છોડાવી રહ્યું છે તાલિબાન, 6 શહેર પર કબ્જો જમાવ્યો

અમેરિકી સેના પોતાનું બેસ છોડી અમેરિકા પરત ફરી ચૂક્યા બાદથી તાલિબાન અફઘાનિસ્તાન પર ફરી વધુ ગતિએ એક્ટિવ થઈ રહ્યું છે. તાલિબાન તેજીથી અફઘાનિસ્તાનના પ્રમુખ શહેરો પર કબ્જો જમાવતું જઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી સેના પોતાનું બેસ છોડી અમેરિકા પરત ફરી ચૂક્યા બાદથી તાલિબાન અફઘાનિસ્તાન પર ફરી વધુ ગતિએ એક્ટિવ થઈ રહ્યું છે. તાલિબાન તેજીથી અફઘાનિસ્તાનના પ્રમુખ શહેરો પર કબ્જો જમાવતું જઈ રહ્યું છે. હવે તેણે કાંધાર પર કબ્જો જમાવ્યા હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. રોયટર્સના હવાલેથી અહેવાલ આવ્યા છે કે તાલિબાને કાંધાર પર કબ્જો જમાવવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની પણ બહુ નજીક પહોંચી ગયું છે.

તાલિબાને ગુરુવારે રણનૈતિક રૂપે બહુમ હત્વની 10મી પ્રાંતીય રાજધાની ગજની પર પણ કબ્જો જમાવી લીધો છે. આ દરમિયાન હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર પર પણ કબ્જો જમાવી લીધો છે. જ્યારે છ શહેરોથી તાલિબાને 1000થી વધુ અપરાધિઓ અને નશીલી દવાઓના તસ્કરોને છોડાવી લીધા છે.

અફઘાનિસ્તાનના એક સાંસદ, બે અફઘાન ઓફિસરે પુષ્ટિ કરી છે કે તાલિબાન આતંકીઓએ પ્રાંતીય રાજધાની ગજની પર કબ્જો જમાવી લીધો છે. પાછલા કેટલાક કલાકોથી અહીં ભીષણ લડાઈ ચાલી રહી હતી. રાજધાનીના બાહરી ક્ષેત્રમાં હજી પણ સંઘર્ષ ચલી રહ્યો છે પરંતુ રાજધાનીમાં તાલિબાને પોતાનો ઝંડો લહેરાવી દીધો છે. બીજી તરફ હેલમંદ પ્રાંતમાંની રાજધાની લશ્કરગાહમાં એક કાર બોમ્બથી હુમલો કરી તાલિબાને પોલીસ હેડક્વાર્ટર પર પણ કબ્જો જમાવ્યો છે. હેલમંદની સાંસદ નસીમા નિયાજીએ જણાવ્યું કે મુખ્યાલયની ઈમારત પર કબ્જા બાદ કેટલાક પોલીસ ઑફિસરોએ તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કરી લીધું છે. બીજી તરફ તેમણે તાલિબાનના કબ્જાવાળાં 6 અફઘાનિસ્તાની શહેરોમાંથી 1000થી વધુ કેદીઓને છોડાવી લીધા છે. જેલ પ્રશાસનના ડાયરેક્ટર સફીઉલ્લાહ જલાલજઈએ કહ્યું કે, આમાંથી મોટાભાગનાઓને નશીલી દવાઓની તસ્કરી, અપહરણ અને સશસ્ત્ર ડકૈતી માટે સજા સંભળાવવામાં આવી હતી.

છોડાવેલા કેદીઓમાંથી કેટલાય તાલિબાની આતંકવાદી હતા

છોડાવેલા કેદીઓમાંથી કેટલાય તાલિબાની આતંકવાદી હતા

તાલિબાને જે છ શહેરોની જેલોમાં નશીલી દવાની તસ્કરી, સશસ્ત્ર ડકૈતી અને અપહરણના દોષિતોને તાલિબાને છોડાવ્યા છે તેમાં કેટલાય તાલિબાની આતંકી પણ હતા. કુંદુજમાં છોડાવેલા 630 કેદીઓમાંથી 180 તાલિબાની આતંકવાદી હતા. જેમાંથી 15ને અફઘાન સરકારે મોતની સજા સંભળાવી હતી. નિમરોજ પ્રાંતના જરાંજ શહેરથી છોડાવેલા 350 કેદીઓમાંથી 40 તાલિબાની આતંકવાદી હતા. જો કે અફઘાન સરકારે કહ્યું કે આતંકીઓને પકડ્યા બાદ જેલથી છોડાવેલા તમામ કેદીને બીજીવાર પકડવામાં આવશે.

જાનહાનીની કોઈ જાણકારી નથી

જાનહાનીની કોઈ જાણકારી નથી

હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહના પોલીસ મુખ્યાલય પર કબ્જા બાદ અહીં હાજર અફઘાન બળોએ તાલિબાન અગળ સમર્પણ કરી દીધું અને બાજુમાં આવેલ અન્ય ગવર્નરની ઑફિસમાં ચાલ્યા ગયા. અહીં હજી પણ સરકારી દળોનું નિયંત્રણ છે. સાંસદ નસીમા નિયાજીએ જણાવ્યા મુજબ આ હુમલા પાછળ કેટલી જાનહાની થઈ તે અંગે કંઈ માહિતી મળી નથી. તેમણે આ હુમલામાં કેટલાય લોકોના જીવ ગયા હોવાની આશંકા જતાવી છે.

અમેરિકાની પસંદ છે ભારતઃ ઈમરાન ખાન

અમેરિકાની પસંદ છે ભારતઃ ઈમરાન ખાન

પાકિસ્તાન પીએમ ઈમરાન ખાને પોતાના ઘરે વિદેશી પત્રકારો સાથે વાત કરતાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. અમેરિકા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, વૉશિંગ્ટન પાકિસ્તાનને 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં છેડાયેલા યુદ્ધમાં ઉપયોગ કરવાના રૂપમાં જૂએ છે અને જ્યારે રણનૈતિક ભાગીદારીની વાત આવે છે તો તેઓ ભારતને પસંદ કરે છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ પાકિસ્તાનને માત્ર અફઘાનિસ્તાનમાં ફેલાયેલી ગંદકી સાફ કરવા માટે ફાયદાકારક સમજે છે. વધુમાં ઈમરાન ખાને કહ્યું કે, 'મને લાગે છે કે અમેરિકાએ નક્કી કરી લીધું કે હવે તેમનો રણનૈતિક સાથી ભારત હશે તેથી જ તેઓ પાકિસ્તાન સાથે આવો વ્યવહાર કરે છે.'

ગની રાષ્ટ્રપતિ હોય ત્યાં સુધી તાલિબાન સમજૂતી નહીં કરે

ગની રાષ્ટ્રપતિ હોય ત્યાં સુધી તાલિબાન સમજૂતી નહીં કરે

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યું કે જ્યાં સુધી અશરફ ગની દેશના રાષ્ટ્રપતિ રહેશે ત્યાં સુધી આતંકી સંગઠન અફઘાનિસ્તાન સરકાર સાથે વાત નહીં કરે. તેમણે પોતાના મનની વાત રાખતા કહ્યું કે તાત્કાલિન હાલાતમાં રાજનૈતિક સમજૂતી મુશ્કેલ જણાઈ રહી છે. તેમણે કહ્યું કે, 'મેં તાલિબાનને મનાવવાની કોશિશ કરી હતી પરંતુ ગની છે ત્યાં સુધી આપણે વાત ના કરી શકીએ.'

ગનીએ નવા ચીફ ઑફ આર્મી સ્ટાફની નિયુક્તિ કરી

ગનીએ નવા ચીફ ઑફ આર્મી સ્ટાફની નિયુક્તિ કરી

અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે વધતા પગલાંઓ પર અંકુશ લગાવવા માટે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ નવા ચીફ ઑફ આર્મી સ્ટાફના રૂપમાં હૈબતુલ્લાહ અલીજઈની નિયુક્તિ કરી છે. ગનીએ આ નિયુક્તિ વલી મોહમ્મદ અહમદજઈની જગ્યાએ કરી છે. અફઘાનિસ્તાન ટાઈમ્સે જણાવ્યું કે અલીજઈએ અગાઉ અફઘાન નેશનલ આર્મી કમાંડોના કમાંડરના રૂપમાં કામ કર્યું છે.

English summary
Taliban released 180 militant from prisons of afghanistan, captured 6 cities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X